કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય યોજના) અન્વયે લાભ મેળવતા બહેનોએ પોતાની હયાતી અંગેની ખરાઇ દર વર્ષે કરાવવાની થાય છે. જો આવી હયાતી અંગેની ખરાઇ કરાવવામાં ન આવે તો યોજનાકીય લાભ બંધ થઇ શકે છે.
તેથી અરવલ્લી જિલ્લાની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય યોજના) મેળવતી તમામ બહેનોને જણાવવાનું કે, તાત્કાલીક/જેમ બને-તેમ જલ્દીથી આપની નજીકની આંગણવાડીના કાર્યકર મારફતે આઇ.સી.ડી.એસ. વિભાગની મુખ્ય સેવીકા બહેનોનો પાસે પોતાની હયાતી અંગેની ખરાઇ કરાવી લેવી. હયાતી અંગેની ખરાઇ કરાવતી વખતે પોતાના બેંક પાસબુકની નકલ તથા આધારકાર્ડ સાથે રાખવાનું રહેશે.
મોડાસા નગરપાલીકા વિસ્તારની ગંગા સ્વરૂપા બહેનોએ પોતાની હયાતી અંગેની ખરાઇ “સખી” વન સ્ટોપ સેન્ટર, ૧૮૧, અમરદીપ સોસાઇટી, જુની આર.ટી.ઓ. ઓફીસની પાસે, મોડાસા. ખાતે અથવા કચેરી કામકાજના સમયે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જુની પ્રાંત કચેરી બિલ્ડિંગ, મોડાસા નગરપાલીકાની બાજુમાં, મોડાસા અરવલ્લી ખાતે કરાવી શકાશે.