Breaking NewsLatest

અરવલ્લી ના બસો થી વધુ નિઃસહાય શ્રમજીવી પરિવારોને રુ.૫૦૦/- ની આર્થિક સહાય સ્વૈચ્છિક સંસ્થા પ્રયોજન દ્વારા સહાય ચુકવણી કરાઈ

અરવલ્લી
કોરોના કાળની વૈશ્વિક મહામારીમાં રોજે રોજનું દહાડી કમાઈ ને ગુજરાન ચલાવતા ગરીબ નિઃસહાય શ્રમજીવી પરિવારો ની કંગાળ હાલત દયનીય બની ગઈ છે. કોરોનાને અટકાવવા લોકડાઉન પણ અતિ જરુરી બન્યું હતું. દિનપ્રતિદિન કુદકે ને ભૂસકે વધતી મોંઘવારી માં લોકડાઉન ને લીધે રોજનું કમાઈને પેટ ભરતા લોકોને માટે આજે શું ખાઈશું ? , કાલે શું ખાઈશું ? એની પણ ચિંતા હતી. સવારે એક કપ ચા પીવા માટે દૂધના પૈસા પણ નહોતા. ત્યારે સામાન્ય તાવની દવા લેવા માટેના પણ પૈસા નહોતા. આવી વિકટ પરિસ્થિતિમાં કષ્ટભંજન બનતા અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતાના કન્વીનર ચંદ્રકાન્ત પટેલની સ્થાપિત પ્રયોજન સંસ્થાએ અરવલ્લી જિલ્લાના અંતરિયાળ આદિવાસી અને બક્ષીપંચ ગરીબ ગ્રામીણ વિસ્તાર ના ૨૦૦ થી વધુ પરિવારોની ડોર ટુ ડોર રુબરુ મુલાકાત લઇ રુ. ૫૦૦-૫૦૦ ની આર્થિક સહાય ની મદદ કરી હતી. મોડાસા તાલુકા ના બડોદરા ગામમાં એક પરિવારના સભ્ય ખેતરમાં બે દિવસથી ભૂખ્યા હતા રહ્યા હતા કોઈજ આશરો નહતો તેવા સમાચાર ની જાણકારી મળતા તેમને ખેતરમાં જઇને રુ. ૫૦૦/- ની સહાય કરી હતી. પંચમહાલ જિલ્લાના વિરપુર બાજુના કેટલાક ગામોના દસેક પરિવારોને ઓનલાઇન સહાય મોકલી હતી. પ્રયોજન સંસ્થા ની ઓફિસ સહયોગ પેટ્રોલીયમ પરથી પણ રુ. ૫૦૦/- ની જરુરિયાતમંદ ને સહાય ચુકવાઇ હતી.
અને આ વૈશ્વિક મહામારી ની આપત્તિ માંથી અવસર સમજી કામ કરવા ની જે કહેવત છે એ કહેવતને અનુસરીને આપણે સૌ જાતિવાદ વંશવાદ કે જ્ઞાતિ જાતિ ધર્મ અને અસ્પૃશ્યતા સાથે જાતિવાદને ભૂલીને એક ભારત -એક સમાજ બનાવીશું.
અસ્પૃશ્ય કોરોના ની વિદાય સાથે જાતિવાદી અસ્પૃશ્યતાની પણ વિદાય જરુરી……. ચંદ્રકાન્ત પટેલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *