આદિવાસી સમાજ સદીઓથી જળ,જંગલ અને જમીન સાથે જોડાયેલ છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આદિવાસી વિકાસ વિભાગ દ્રારા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23 નો શુભારંભ કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમમાં કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને ઉચ્ચ તાંત્રિક શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબાતોના મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર હાજર રહ્યાં હતાં.જેમાં મુખ્યમંત્રીશ્રીના ગાંધીનગર ખાતે થયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ યોજવામાં આવ્યું. આ યોજના હેઠળ લાભાર્થીઓને ખાતર બિયારણની કીટનું વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ખેતી મારફતે આદિવાસી સમાજને ફાયદો થાય તેના માટે સરકાર તત્પર છે. સરકારની યોજનાઓનો લાભ અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસીને લાભ મળ્યો.પ્રાકૃતિક ખેતીની સાથે પશુપાલનના વ્યવસાયમાં પણ આર્થિક લાભ આપ્યા છે. આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને ધરતીમાતાનું જતન કરવાનું છે .સમાજનાં ઉદ્ધાન માટે આશ્રમ શાળાઓને અત્યાધુનિક બનાવવા માટે પણ સરકાર કટીબદ્ધ છે.
કાર્યક્રમમાં કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે ગરીબોને સ્પર્શતા વિભાગો દ્વારા મને લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે. દરેક લાભાર્થીને તેમનો હક મળીને રેહશે. નાના ખેડૂતોને મુશ્કેલી ના પડે તે માટે સરકાર કટીબદ્ધ છે.મફત વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણ પાયાની જરૂરીયાત માટે વનબંધુ યોજના હેઠળ વિકાસ થયો છે. આશ્રમ શાળા, એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓમાં નવીનીકરણ સાથે તમામ સુવિધાઓ માટે સરકાર તત્પર છે.કોરોના કાળમાં રાજ્ય સરકાર દ્વારા મફત અનાજની વિતરણ કરવામાં આવ્યુ હતું .
કાર્યક્રમમાં મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ર્ડો. કુબેરભાઈ ડીંડોર જણાવ્યું કે ભાજપ સરકારે દરેક ગરીબના ઘરમાં ભોજન, શિક્ષણ, વીજળી, પાણી, આરોગ્ય સુવિધાઓ પુરી પાડી દેશને ખરા અર્થમાં આઝાદ બનાવ્યો છે. આદિવાસી સમાજનાં લોકો સુખી અને સંપન્ન બનાવવાનું કાર્ય સરકાર એ કર્યુ છે.આદિજાતિના લોકોને તમામ હક મળે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે..
કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, ઉચ્ચ તાંત્રિક શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીશ્રી ર્ડો. કુબેરભાઈ ડીંડોર, કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના,જિલ્લા વિકાસ અધિકારી બી. ડી. ડાવેરા,સાંસદશ્રી દીપસિંહ રાઠોડ,જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ,ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેક્ટર પી. સી. બરંડા, રાજકીય આગેવાન રાજુભાઈ પટેલ,GATL ના સયુંકત મુખ્ય કારોબારી મનીષભાઈ જૈન, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઈ મનાત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.