Breaking NewsLatest

“આવો, વુમનહુડ ઊજવીએ” આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે, WINGS હોસ્પિટલ્સ ગ્રુપે ગુજરાતના મુખ્ય શહેરોમાં વોકેથોન 2022નું આયોજન કર્યું છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત..

મહિલાઓના વિવિધ ક્ષેત્રે યોગદાન, તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો અને સામાજિક વિકાસ માટે તેમણે આપેલા બલિદાનોને બિરદાવવા માટે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ જ ઉજવણીના ભાગરૂપે વિંગ્સ (WINGS) હોસ્પિટલ્સ ગ્રુપે 6 માર્ચ, 2022 (રવિવાર)ના રોજ અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે ‘વિંગ્સ વોકેથોન 2022’નું આયોજન કર્યું હતું. મહિલા દિવસની ઉજવણીને પ્રોત્સાહિત કરવા અને મહિલાઓના સ્વાસ્થ્ય વિશે વધુ જાગૃતિ લાવવા માટે એક જ દિવસે અને એક જ સમયે ત્રણેય સ્થળોએ એકસાથે આ કાર્યક્રમ યોજાયો હતો. મેરેથોન વિજેતા શ્રીમતી ખ્યાતિ પટેલ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા અને તેમણે સુરતથી આ મલ્ટિ-સિટી વોકેથોનનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રીમતી ખ્યાતિ પટેલ ભટ્ટી તળાવ ખાતે 160 કિમીનું અંતર પૂર્ણ કરનારી ગુજરાતની પ્રથમ મહિલા હોવાનો રેકોર્ડ ધરાવે છે. તેઓ ઋષિકેશ ખાતે 220 કિમીની રેસ પૂરી કરવા માટે સમગ્ર ભારતમાં બીજો ક્રમાંક પણ ધરાવે છે.


ભારત જેવા દેશમાં જ્યાં સ્ત્રીને શક્તિનો અવતાર માનવામાં આવે છે, ત્યાં તેઓ તેઓ પોતાનું જીવન સંપૂર્ણપણે ખૂલીને જીવવા માટે હજુ પણ સંઘર્ષ કરી રહી છે. એક પુત્રી, પત્ની, માતા અને એક દાદી તરીકે સ્ત્રી મજબૂત બંધનોના તાણાવાણા ગૂંથતી હોય છે, જે સમાજને એકસાથે જકડી રાખે છે. મધ્યયુગીન સમયથી લઈને અત્યારના આધુનિક યુગ સુધી, આપણે બધાએ સ્ત્રીઓને તેમનું સંપૂર્ણ ગૌરવ પ્રાપ્ત કરતી જોઈ છે. સ્ત્રી એ શક્તિના સંવર્ધનનું પ્રતીક છે અને તેથી જ આપણે તેને ‘પ્રકૃતિ’ કહીએ છીએ. આપણે વિવિધ વ્યવસાયોમાં, કોર્પોરેટ્સમાં અને દેશના આર્થિક વિકાસમાં સ્ત્રીઓના મજબૂત યોગદાનને જોઈ રહ્યા છીએ. તમામ મોરચે મહિલાઓ ઉદ્યોગસાહસિક, સીઇઓ (CEO), સામાજિક કાર્યકરો, પત્રકાર વગેરે તરીકે ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે.

આવા વુમનહુડની ઉજવણીના ઉમદા હેતુ સાથે 6 માર્ચ, 2022ના રોજ સુરતના અડાજણમાં એલ.પી. સવાણી રોડ પર અગરવાલ હાઉસ ખાતે આવેલી WINGS IVF (વિંગ્સ આઇવીએફ) હોસ્પિટલથી વિંગ્સ વોકેથોન 2022ની શરૂઆત થઈ હતી. આ વોકેથોન વહેલી સવારે 6.30  વાગે શરૂ થઈ હતી. સમાજમાં મહિલાઓના યોગદાનને બિરદાવવા માટે પુરુષો સહિત મોટી સંખ્યામાં સમર્પિત મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આજની આ દોડધામવાળી જીંદગીમાં એ બાબત બહુ સ્વાભાવિક છે કે મહિલાઓ તેમની નોકરી અને તેમના પરિવાર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવા દરમિયાન મોટાભાગે પોતાના સ્વાસ્થ્યની ઉપેક્ષા કરતી હોય છે. મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃતિ લાવવા માટે મેરેથોન વિજેતા શ્રીમતી ખ્યાતિ પટેલ આ અવેરનેસ વોકેથોનમાં જોડાયા હતા અને સમાજમાં મહિલાઓને સંબોધિત કરતી વખતે તેમણે મહિલા સ્વાસ્થ્ય અને સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું, ‘તમારા સ્ત્રીત્વનો આનંદ માણો અને ચાલવા અને દોડવા જેવી ફિટનેસ પ્રવૃત્તિઓની મદદથી તમારા શરીરને યોગ્ય શેપમાં રાખવાનો અને સારા સ્વાસ્થ્યને જાળવવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્ય અને ગર્ભાવસ્થાના સંદર્ભમાં, વર્તમાન જીવનશૈલી, ખોરાકની આદતો, તણાવ, મોડાં લગ્ન થવાં અને અન્ય ઘણા કારણો અને પરિબળો છે, જે માતા-પિતા બનવા સુધીની પતિ-પત્નીની સફરને તણાવપૂર્ણ બનાવી દે છે. સુરતની વિંગ્સ આઇવીએફ હોસ્પિટલના સેન્ટર ડાયરેક્ટર ડૉ. નીલા મહેતાએ કહ્યું કે, ‘અમે આ ઉદ્દેશથી જ વોકેથોનનું આયોજન કરીએ છીએ કારણકે અત્યારના સમયમાં ઓબેસિટી એટલે કે સ્થૂળતા એ આપણા સમાજની એક સળગતી સમસ્યા છે, જે સ્ત્રીઓમાં PCOS જેવી સમસ્યાઓ પેદા કરે છે અને ભવિષ્યમાં હાઈપરટેન્શન/ડાયાબિટીસ જેવા રોગો તરફ દોરી જાય છે. તેથી તમારે દરરોજ કોઈને કોઈ પ્રકારનું વર્કઆઉટ કરતા રહેવું જોઈએ. પોતાના વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ ઉપરાંત તે વંધ્યત્વની સમસ્યાને પણ પેદા થતી અટકાવે છે.’
ડૉ. રવિન્દ્ર ખોરાટે જણાવ્યું કે ”સ્ત્રીઓ સમાજ અને રાષ્ટ્રના આધારસ્તંભ છે. દરેક પુરૂષની જવાબદારી માત્ર મહિલાઓના શારીરિક કાળજી લેવા પુરતી જ સિમિત નથી પરંતુ માનસિક, સામાજિક અને ભાવનાત્મક સપોર્ટ પુરી પાડવાની છે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘મા બનવું એ જીવનનો સૌથી દિવ્ય અનુભવ છે. અમે વિંગ્સ આઇવીએફ હોસ્પિટલમાં અમારા 17 વર્ષના અનુભવ અને IVF દ્વારા 20,000 લાઇવ બર્થ સાથેની અમારી સૌથી અદ્યતન તકનીકો વડે વંધ્યત્વ માટેના અનન્ય ઉકેલો પ્રદાન કરીએ છીએ. અમારા આ અનુભવના કારણે અમે સગર્ભાવસ્થાના સમયને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરતા કેર પ્રોવાઈડર્સની ઉચ્ચ શ્રેણીમાં પહોંચી ગયા છીએ. ફ્રીઝ મોર, ડે 5 ટ્રાન્સફર ફોર ઓલ, PGT, ERA, AI વગેરે જેવી અગ્રણી ટેક્નોલોજી સાથે અમે આ ઉદ્યોગમાં ઇન્ડસ્ટ્રી લીડીંગ સક્સેસ રેટ્સ સાથે અગ્રેસર છીએ. અમે એવા કેસોમાં નિષ્ણાત છીએ જેમાં ભૂતકાળમાં આઇવીએફ (IVF) પદ્ધતિમાં અનેક નિષ્ફળતાઓ મળી હોય. વિંગ્સ આઇવીએફ ગ્રુપ સમગ્ર ભારતમાં પોતાના ઇંડાની ગર્ભાવસ્થા (ઓન એગ્સ પ્રેગનન્સી) માટેનું રેફરલ સેન્ટર છે. WINGS IVF હોસ્પિટલ ભારતમાં 8 વિવિધ સ્થાનો પર વંધ્યત્વ સંબંધિત તમામ સારવાર પૂરી પાડે છે અને વંધ્યત્વ સારવારના ક્ષેત્રમાં ક્લિનિકલ શ્રેષ્ઠતા મેળવવા માટે પોતાની પાંખો વિસ્તારી રહી છે.’ચાલો આપણે સમાજમાં અને સમગ્ર દેશમાં દરેક સ્ત્રીને એક સુરક્ષિત અને મજબૂત રહેવાની ‘જગ્યા’ ભેટમાં આપવા માટેની શપથ લઈએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *