આંજણા (ચૌધરી) પટેલ સમાજ ની મીટીંગ તેમજ અમૃત પર્વ નો કાર્યક્રમ યોજાયો
ગાંભોઈ-કરણપુર પાટિયા પાસે આંજણા (ચૌધરી) પટેલ સમાજના અધતન સુવિધા સભર નવીન સંકુલ બનાવવા સંદર્ભે ભગીરથ આયોજન અને ચર્ચા-વિચારણા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના કાનપુર મુકામે સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના આંજણા (ચૌધરી) પટેલ સમાજની મીટીંગ શેઠ શ્રી હરિભાઈ વેલજીભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તારીખ :- ૧૩ / ૦૩ / ૨૦૨૨ ને રવિવારના રોજ મળેલ હતી.
સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા આંજણા (ચૌધરી) પટેલ સમાજ મંડળના મહામંત્રી કેશુભાઈ પી. પટેલ,સામાજિક આગેવાન (મોટા કોટડાવાળા)એ સ્વાગત પ્રવચન અને મંડળની વિવિધ પ્રવૃત્તિઓની છણાવટ કરી,આ કાર્યક્રમમાં દામુભાઈ પટેલ,ભિલોડા ઉદ્ઘાટક મહેમાન પદે હાજર રહ્યા હતા.મુખ્ય મહેમાન પદે જશુભાઈ જે.પટેલ ની ઉપસ્થિતિમાં મંડળના કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
સમારંભમાં ઉદ્યોગપતિ બાબુભાઈ વીરાભાઇ પટેલએ સ્વ. દીવાબા અને સ્વ. વીરા કાકા ના નામે મંડળને રૂપિયા 11 લાખનું દાન જાહેર કર્યું હતું. એન.આર.આઈ દેસાઈ વિનુભાઈ વસઈવાળાએ રૂપિયા 101100 નો ચેક મંડળના પ્રમુખ જશુભાઈ ને અર્પણ કર્યો હતો.
મંડળના ટ્રસ્ટી તેમજ પ્રાકૃતિક ખેતીના તેમજ ગૌ- પાલકના મસીહા રઘુભાઈ જેસીંગભાઇ પટેલને 75 વર્ષ નિમિત્તે અમૃત પર્વની ઉજવણીમાં અધ્યક્ષ શેઠ શ્રી હરિભાઈ ચૌધરી તેમજ સમાજના આગેવાનો તેમજ તેમના સગા – સ્નેહીઓએ ફુલહાર,શાલ અને મોમેન્ટો આપી રઘુભાઈ નું તેમજ તેમના ધર્મ પત્ની દિવાબેન નું સન્માન કર્યું હતું. રૂપિયા બે લાખ નો ચેક અર્પણ કર્યો હતો.કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ બેન્કના વાઇસ ચેરમેન ફલજીભાઇ પટેલ,સાબર ડેરીના વાઇસ ચેરમેન બ્રિજેશભાઈ,ખેડબ્રહ્મા એ.પી.એમ.સીના ચેરમેન અમૃતભાઈ, શાંમળભાઈ,સાબર ડેરીના ડિરેક્ટર કનુભાઈ ચિત્રોડા,પૂર્વ પ્રમુખ એકતાબેન પટેલ,ચોરીવાડ, કોટન ફેડરેશન / સીડસના ડિરેક્ટર દિનેશભાઈ પટેલ વડીયાવીર,પ્રેમલભાઈ દેસાઈ,નારાયણભાઈ અંતિસરા, હરિભાઈ ચોરીવાડ,તલોદના સમાજ અગ્રણી સી.કે પટેલ , કે .આર.પટેલ,મણીભાઈ મોતીભાઈ વિજયનગરના અગ્રણી હરીશભાઈ,ખજાનચી મહિલા મોરચાના કન્વીનર અવનીબેન પટેલ,જીતુભાઈ ગેમરભાઈ – લક્ષ્મીપુરા હાજર રહ્યા હતા.કાનપુરના સરપંચ હસુમતીબેન પટેલ પ્રેરણાદાયક સમજ આપી હતી.
આભાર દર્શન ઉદ્યોગપતિ રેવાભાઇ દાનાભાઈ પટેલે કર્યું હતું.સભાનું સફળ સંચાલન મનુભાઈ પટેલ તેમજ રમણભાઈ પટેલે કર્યું હતું.કાનપુર ગ્રામજનોએ ભારે જહેમત ઊઠાવી હતી.