Breaking NewsLatest

ઉત્તર પશ્ચિમ પ્રદેશની મુલાકાત લેતા ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક વિરેન્દ્રસિંહ પઠાનિયા

 

અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક વિરેન્દ્રસિંહ પઠાનિયા, રાષ્ટ્રપતિનું તટરક્ષક દળ મેડલ, તટરક્ષક મેડલ, 08 માર્ચ 2022ના રોજ પોરબંદર ખાતે ભારતીય તટરક્ષક દળના ઉત્તર પશ્ચિમ (NW) પ્રદેશની ત્રણ દિવસીય પ્રથમ મુલાકાતે આવ્યા છે. તેમના આગમન સમયે 50 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તટરક્ષક પ્રદેશ (NW)ના કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા, તટરક્ષક મેડલ, DGના સ્વાગતમાં આવ્યા હતા અને મુલાકાત દરમિયાન તેમની સાથે રહ્યા હતા. તેમણે અહીંની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી.

DG વી.એસ. પઠાનિયાએ 31 ડિસેમ્બર 2021ના રોજથી ભારતીય તટરક્ષક દળના 24મા વડા તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેઓ વેલિંગ્ટન સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજ અને નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આ ફ્લેગ ઓફિસર ક્વોલિફાઇડ હેલિકોપ્ટર પાઇલટ છે અને યુનિવર્સિટી ઓફ મદ્રાસમાંથી સંરક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસની માસ્ટર પદવી ધરાવે છે. તેમણે શોધ અને બચાવમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે અને યુ.એસ. તટરક્ષક દળ સાથે બંદર પરના ઓપરેશન્સ પણ ભાગ લીધો છે.

મહાનિદેશકની સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી નીલા પઠાનિયા પણ આવ્યા છે. તેઓ કોસ્ટગાર્ડ વાઇવ્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ છે. તેઓ આ મુલાકાત દરમિયાન આ પ્રદેશમાં આવેલા દૂરના વિસ્તારોમાં બેઝ ખાતે ICG અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે સંવાદ કરશે અને ગાંધીનગરમાં તેમના રોકાણ દરમિયાન રાજ્યના મહાનુભાવો સાથે પણ મુલાકાત કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *