અમદાવાદ: ઉત્તર પ્રદેશમાં યુવતી ઉપર ગેંગરેપ કરીને એની જીભ કાપી નાંખી, તથા કરોડરજ્જુ તોડી નાંખવામાં આવી અને 13 દિવસ હોસ્પિટલમાં મોત સામે લડત આપી ગઇકાલે સવારે 5 વાગે તેમનું દુઃખદ અવસાન થયું હતું. જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આ અમાનવીય કાર્ય બદલ ચારેતરફથી લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. અમદાવાદ ખાતે ગુજરાત NSUI દ્વારા તેમની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલમાર્ચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાસાહેબ પગલાં સર્કલ થી નર્મદ સર્કલ ગુજરાત યુનવર્સિટી , નવરંગપુરા ખાતે સાંજે 6.30 કલાકે આ માર્ચ નીકળી હતી જેમાં આશરે 100થી વધુ લોકો સાથે જોડાયા હતા.
NSUI ના ગુજરાત પ્રદેશના મહામંત્રી પાર્થ દેસાઈ દ્વારા આરોપીઓને તાત્કાલિક ધોરણે ફાંસીના માચડે ચઢાવવામાં આવે અને યુવતીના ઘર વડા ને ન્યાય મળે તેમજ અને આગામી દિવસમાં કોઈ આવું દુષ્કર્મ દેશમાં કરવાની હિંમત વિચારે નહીં તેવી માંગ કરી હતી.
કેન્ડલ માર્ચમાં પ્રવિણસિંહ વાનોલ-યુથ કોંગ્રેસ ગુજરાત, ઉમંગ દેસાઈ- અમદાવાદ શહેર ઉપપ્રમુખ, કારણ મોદી-અમદાવાદ શહેર મહામંત્રી , નીતિન વાઘેલા- પ્રવકતા ગુજરાત NSUI તેમજ ભાવેશ દેસાઈ મહામંત્રી અમદાવાદ શહેર સાથે અન્ય મહાનુભાવો અને લોકો જોડાયા હતા જેમના દ્વારા દેશની દીકરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.















