Latest

ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે રકતદાન કેમ્પમાં 180 બોટલ બ્લડ એકત્રિત થયું

આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉમરાળા ખાતે ડાયમંડ સોશ્યલ ગૃપ ભાવનગર અને આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉમરાળા દ્વારા સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના લાભાર્થે સતત ૧૧ મા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ કેમ્પમાં આખો દિવસ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ યુવાનોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો હતો 4 વાગ્યા સુધીમાં કુલ 180 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતુ બ્લડ દાતાઓને સ્મૃતિભેટ સ્વરૂપે વિપુલભાઈ નાવડીયા તરફથી પાણીની બોટલ અને ટીફીન બોક્સ આપવામાં આવ્યા હતા આધ્યાત્મિક સાધના કેન્દ્રના અનેકાનેક સેવાકીય કાર્યોમાં એક સેવાનો ઉમેરો થયો હતો કાર્યક્રમનુ ઉદ્ઘાટન દડવા રાંદલના મહંત અક્ષયપરી બાપુ અને કોબડી ગૌશાળાના મહંત જયદેવશરણ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતુ
કાર્યક્રમમાં જગદીશભાઈ ભીંગરાડીયા,પ્રતાપભાઈ આહિર, બાબુભાઇ લાખાણી, હરિશ્ચંદ્રસિંહ ગોહિલ,શૈલેષભાઈ મારુ,ભરતભાઈ ટાંક,જીતુભા વાળા,જસુભા વાળા,અશોકભાઈ આહીર,ભાવેશગિરી ગોસાઈ, રણધીરસિંહ ગોહિલ,મહેન્દ્રસિંહ ગોહિલ,હાજીભાઈ મહેતર, યુનુસભાઈ મુસાણી,પરેશભાઈ ટીંબી,પી.ડી.ગોહિલ,બુધાભાઈ સવાણી,હરિભાઈ નાવડીયા, ભરતભાઇ ડાંગર ,અશોકભાઈ કે. નાવડીયા,કરશનભાઇ મેપાણી, આનંદભાઈ સવાણી,વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી


આ સેવાકાર્યને સફળ બનાવવા વિપુલભાઈ મહાદેવ,કેતનભાઈ ભીકડીયા,અજયભાઈ અણઘણ, વિનોદભાઈ સવાણી,વિનોદગીરી ગોસાઈ,રાજેશભાઇ સવાણી, હર્ષિલ સિદ્ધપુરા,મોઇન મુલતાની, ઘનશ્યામભાઈ અણઘણ,સાગર જાદવ,આરીફભાઈ ભાઈજાન, ઇરફાનભાઈ સૈયદ, પુષ્પરાજસિંહ ગોહિલ તેમજ બાપા સીતારામ મઢી ગૃપ,જય ભીમ ગૃપ વગેરેએ જહેમત ઉઠાવી હતી આધ્યાત્મિક સાધના કેન્દ્રના ધર્મેન્દ્રભાઈ દ્વારા સમગ્ર આયોજન સફળ રહ્યું હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *