કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ધનસુરા ઓધવ વિદ્યામંદિર માધ્યમિક શાળામાં ધો.૧૦ ના વિદ્યાર્થીઓ ના શુભેચ્છા વિદાય સમારંભનું આયોજન થયું હતું.જેના અધ્યક્ષ સ્થાને શ્રી ક.ક.પા સનાતન સમાજ ધનસુરાના ઉપપ્રમુખશ્રી જયંતીભાઈ એમ. પટેલ, મુખ્ય મહેમાન પદે ડૉ. શ્રી બીપીનભાઈ એમ. પટેલ રેડીયોલોજીસ્ટ હિંમતનગર, તેમજ શાળાના ચેરમેન શ્રી પ્રહલાદભાઈ પી. સુરાણી સાહેબ , શાળાના મંત્રીશ્રી નરેન્દ્રભાઇ એ. પટેલ સાહેબ તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અને દાતાશ્રીઓ અને સમાજના દાતા શ્રી તેમજ ટ્રસ્ટીશ્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો. જેમાં વર્ષ ૨૦૧૯ માં (૧) પટેલ બંસી મનીષ (૨) પટેલ શૈલજા ભરતભાઈ (૩) પટેલ મિલી નરેશભાઈ કે જેમને અનુક્રમે પ્રથમ , દ્વિતીય અને તૃતીય ક્રમાંક અને ૨૦૨૦ માં (૧) પટેલ રિશીકા વિનયભાઈ (૨) પટેલ ખુશી દિનેશભાઇ (૩) પટેલ એશા વિકેશભાઈ કે જેમને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ હતો આ બાળકોનું સન્માન મોમેન્ટના આજીવન દાતાશ્રી વિલાસબેન અમૃતભાઈ રામાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. ધો. ૧૦ના બાળકોને શુભેચ્છા પત્ર, ગિફ્ટ અને મોઢું મીઠું કરાવી ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવા બદલ સંચાલક મંડળે આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ અને સ્ટાફ પરિવારને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન આશિષભાઈ શાહ એ કર્યું હતું.