Breaking NewsLatest

કંડક્ટર તરીકે ફરજ બજાવતા આરેણા ગામના વિજયભાઈ વાસાભાઈ જોટવાની ઈમાનદારી અને સેવાને વંદન

માંગરોળ તાલુકાના નાનકડા એવા આરેણા ગામમાં રહેતા વાસાભાઈ જોટવા અને તેમનો પરિવાર કે જેઓના વારસામાં મળેલ ઈમાનદારીના સંસ્કાર અને સેવા તેમજ ક્યારે કોઈ પાસે લેવાની નહિં પણ આપવાની વૃતિ રહેલી છે કે જેના થકી ચક્ષુદાન,દેહદાન કે રક્તદાન જેવી દાન આપવાની પ્રવૃતિમાં આ પરિવાર અગ્રેસર રહ્યો છે.તો આવા મહાદાન કરવાની વૃતિ જેનામાં રહેલી છે તેઓ ક્યારેય બીજાનું લેતા નથી ભલે તે કિંમતી વસ્તુ કેમ ન હોય.વારસામાં મળેલ સંસ્કારો સંતાનોમાં ઉજાગર થાય છે.આજે આ પરિવારના વાસાભાઈ જોટવાના પુત્ર વિજયભાઈ જોટવાએ ઈમાનદારી દાખવી તેના પરિવારને માન અને ગૌરવ અપાવ્યું છે
વાસાભાઈ જોટવાના પુત્ર વિજયભાઈ S.T.ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે.તા.૨૧.૦૬.૨૧ના માંગરોળ ડેપોના અહેવાલ મુજબ તેઓ મુસાફર રુટ જુનાગઢ-બાંટવા-માંગરોળ રુટની બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.જેમાં મુસાફરી કરતા માવદીયા વિકીભાઈ પોતાનું પર્સ(પાકીટ)બસમાં ભુલી ગયેલ જેમાં રોકડ 4340/-₹ ઉપરાંત A.T.M.કાર્ડ અને આધારકાર્ડ હતા.જે વિજયભાઈને  મળેલ તેમણે ઈમાનદારી બતાવી આ પર્સ માંગરોળ TC ઓફિસમાં જમા કરાવેલ.આધારકાર્ડના આધારે મુસાફર વિકીભાઈને ફોન કરી પર્સમાં રહેલ રોકડ અને કાર્ડ સ્ટેન્ડ ઈન્ચાર્જની હાજરીમાં TC હીરાભાઈ કરમટાના હાથે મુસાફરને પરત કરેલ.

    વિજયભાઈ જોટવાની ફરજ પરની નિષ્ઠા,ઈમાનદારીને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.આપના પરિવારના ભુતકાળથી આજ દિન સુધીના સાંસ્કૃતિક વારસાને આપે જાળવી પરિવારનું માન અને ગૌરવ વધારેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *