કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસામાં કચ્છી કારીગીરી ને જીવંત રાખવાના હેતુ થી બે દિવસીય એકજીબ્યુસન નું આયોજન કરવામાં આવ્યું,,ભુજ માં કારીગરો અને ખેડૂતોના ઉત્થાન માટે કાર્યરત પ્રયાસ સંસ્થા દ્વારા શહેરના ઉમિયા ચોક ખાતે ના હોલમાં કચ્છી કારીગરો દ્વારા હાથ બનાવટો દેશી અને ગરીબ કારીગરો દ્વારા બનાવવામાં આવેલ કાપડની વસ્તુઓ, પગરખાં સહિત નેચરલ અને ઓર્ગેનિક ફૂડનું પ્રદર્શન અને વેચાણ માટેના એકજીબ્યુસનનું આયોજન કરવામાં આવ્યું છે,બે દિવસ ચાલનારા એકજીબ્યુસન નું નગરપાલિકા ના પ્રમુખ જલપાબેન ભાવસાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,તો મુખ્ય મહેમાન તરીકે પાઇલોટ કેપ્ટન રચના હિલન પટેલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ આર પટેલની વિશેષ ઉપસ્થિતી રહી હતી,,સાથે અરવલ્લી જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો મહિલાઓ એ આ એકજીબ્યુસનનો લાભ લેવા અપીલ કરી હતી..સંસ્થા ના સંચાલક ડોકટર મુક્તિબેન કપિલ પટેલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા કચ્છના રણમાં બનતી ઓર્ગેનિક ખેતી દ્વારા ગોળ,સાકાર, નમક, અને સરગવાની સિંગ અને પાંદડા નુચૂર્ણ ફ્રુટ ખજૂર તેમજ હેન્ડલુમ ની વસ્તુઓ ડાયરેકટ સીધા ખેડૂતો અને કારીગરો નું માધ્યમથી સીધું જ વેચાણ અમે માર્કેટિંગ કરી આપીએ છીએ જેથી કારીગરો અને ખેડૂતો ને પોષણક્ષમ ભાવ મલે અને ગ્રાહકોને કોઈ છેતરપિંડી નહિ થાય તેવા આશય અને ઉદ્દેશ થકી અમારી સંસ્થા દ્વારા કામગીરી મદદરૂપ થાય છે અમો બનાસકાંઠા, પાટણ,મહેસાણા, તેમજ અન્ય જિલ્લામાં કાર્યક્રમમાં કરી લોકો સુધી વસ્તુઓ પહોંચાડી રહ્યા છીએ હવે અમે ગુજરાત બાદ અન્ય રાજ્યોમાં પણ એકજીબ્યુસન કરવા ના છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી પર ભાર મુક્યો છે ત્યારે અમો પણ ખેડૂતો ના ઓર્ગેનિક ઉત્પાદનો ને માર્કેટમાં માર્કેટિંગ કરી ડાયરેક બજાર માં મુકવા નો ભગીરથ કાર્ય સંસ્થા દ્વારા કરવામાં આવશે