Breaking NewsLatest

જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી…

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે બિનવારસી મંદબુધ્ધિ મહિલાઓ માટે કાર્યરત “જય અંબે મંદબુધ્ધિ મહિલા આશ્રમ” ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કેક કાપી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી…

આજ રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના જન્મ દિવસ નિમિત્તે ” જય અંબે મંદબુધ્ધિ મહિલા આશ્રમ “, બાયડ ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કેક કાપી, મંદબુધ્ધિ મહિલાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું, તેમજ આશ્રમ ખાતે એલ.ઈ.ડી ટી.વી ભેટ સ્વરૂપે આપ્યું હતું…..

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મ દિવસ નિમિત્તે માજી ધારાસભ્ય એ મંદબુધ્ધિ આશ્રમના ટ્રસ્ટી અશોકભાઇને ૧૧,૧૧૧/- રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો, કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ, બાયડ – પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પટેલ, બાયડ માલપુર ના માજી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ સ્નેહલભાઇ પટેલ, બાયડ તાલુકા પ્રમુખ માનસિંહ સોઢા, સાબરડેરી ના વર્તમાન ડીરેકટર અને પૂર્વ વાઇસ ચેરમેન જ્યંતીભાઈ પટેલ મુનસીવાડા, બાયડ શહેર પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ તેમજ અરવલ્લી જિલ્લા અને બાયડ તાલુકા સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *