Latest

કલેક્ટરશ્રીનો ઇમરજન્સી કોલ, કારખાનામાં ઈથીલીન ઓક્સાઇડ લિકેજ : તંત્રની ત્વરિત રીસપોન્સ , સિસ્ટમ કામે લાગી

રિયલમાં આવી કોઇ ઘટના બને તો ત્વરિત મદદ અને સતર્ક રહેવા જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અપિલ ,મોકડ્રીલ સૌને સતર્ક રહેવાની તાલીમ

હેક્ષોન ઇન્ટરકેમ પ્રા.લિ દલપુર હિંમતનગરમાં મોકડ્રીલ યોજાઈ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ગાંધીનગર તથા સભ્યસચિવ ડિસ્ટ્રીક્ટ ક્રાઈસીસ ગ્રુપ સાબરકાંઠા દ્વારા જિલ્લામાં આવેલી  હેક્ષોન  ઇન્ટરકેમ પ્રા.લિ. દલપુર -હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મેજર એક્સિડન્ટ હેઝાર્ડસ વાળા જોખમી કેમીકલ કારખાનાઓમાં સંભવિત અકસ્માત -ઈમરજન્સીના સંજોગોમાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રિયલમાં મદદ અને રીસપોન્સ મળે તે હેતુસર એક મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલ 23/3/2022 ના રોજ સવારે 11-42 કલાકે ઇમરજન્સી સિનારીયો તરીકે કારખાનમાં આવેલી ઈથીલીન ઓક્સાઇડ ટેંકના વેંટ લાઈનના વાલ્વમાંથી લિકેજની ઘટના બનતા બે કામદારોને ગેસની અસર થતા બેભાન થયેલા હતા અને તેમને તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. આ લિકેજ એટેન્ડ કરતી વખતે અચાનક આગ લાગેલ હતી. ઇમરજન્સીને કાબુમાં લેવા માટે કારખાનામાં ઉપલબ્ધ ફાયર સેફટી એન્ડ મેડિકલ ટીમો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.  છતાં ગેસ લિકેજ  કાબુમાં ન આવતા ઈમરજન્સીને ” ઓફસાઈટ ઈમરજન્સી ” જાહેર કરવામાં આવેલ હતી. જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાએ તંત્રને ઇમરજન્સી કોલ આપતા ડીસ્ટ્રીક્ટ ક્રાઈસીસ ગૃપના તમામ સભ્યો ત્વરિત રિસપોન્સ આપી ૧૫ મિનિટમાં ઘટનાસ્થળે તાબડતોપ સેફ્ટીના સાધનો સાથે દોડી આવ્યા હતા અને અકસ્માતને કાબુમાં લેવાના સઘન પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આમાં નગરપાલિકા, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ, પ્રેસ, આરોગ્ય વિભાગ, સાબરડેરીના સેફટી ઓફિસર્સ જી.પી.સી.બી સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રાંતિજની ટીમ નગરપાલિકા પ્રાંતિજ ફાયર તથા ગુજરાત અંબુજા એક્સ્પોર્ટ દલપુરના ૮ માણસો તથા આસપાસની ફેક્ટરીના કર્મચારીઓ માલિકો પણ બચાવ રાહતમાં મદદે પહોંચીને કામે લાગ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી હિતેશ કોયાએ મોકડ્રીલમાં ભાગ લેનાર તમામ અધિકારી અને એજન્સી તથા કારખાનેદાર માલિક અને કામદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે અત્રે મોકડ્રીલ છે પણ રિયલમાં આવી કોઈ ઘટના બને તો ત્વરિત મદદ સતર્કના  દાખવવા સાથે સલામતી અને સાવધાની વર્તવા અપીલ કરી હતી. અને રીસપોન્સ આપવા અપિલ કરી હતી.  હેઝાડ કોઈ મુરત જોઈને કે કોઈને કહીને નથી આવતી આપના હંમેશા પ્રયત્નો ઓછામાં ઓછું નુકસાન થાય અને જાન માલની સલામતી અને કોઈ જાન ન ગુમાવે તેની તકેદારી રાખવાની છે અને નોડેલ અધિકારી સેફ્ટી અધિકારી આ  બબતે આગોતરી તકેદારી રાખે તો  આપણે નુકશાન ઘણું ઓછું કરી શકીએ અને કામદારોને યોગ્ય  તાલીમ અને સલામતી માટે સાધનોનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.
સૌના સહિયારા પ્રયાસો અને કામગીરીથી ઇમરજન્સીને ટુંકા સમયમાં ૧૨.૦૫ કલાકે કાબુમાં આવતા ઓલ ક્લિયર સિગ્નલ આપીને મોકડ્રીલને સફળ જાહેર કરવામાં આવી હતી. અને મોકડ્રીલમાં અવલોકન કરી  સેફટી અધિકારીઓએ જરૂરી સૂચનો રજુ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના મામલાદારશ્રી ઝાલા, ડીસ્ટ્રીકટ ક્રાઈસીસ ગ્રુપના મેમ્બર સેક્રેટરી તરીકે ડેપ્યુટી ડાઈરેક્ટરશ્રી પી.એસ .પટેલ શ્રી બોડાત ,હેક્ષોન ઇન્ટરકેમ કંપનીના ડાઈરેક્ટર શ્રી જનકભાઈ , જી.પી.સી.બીના શ્રી કનોરિયા, ફાયરના શ્રી મોઢ ભાઈ ,જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજેશ,નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર ,પી.આઈ શ્રી બારોટ તથા અન્ય વિભાગના સબંધિત અધિકારી તથા ફેક્ટરીના કામદારો તેમજ મદદ પહોંચેલા આસપાસના ફેક્ટરીના માલિકો ,કામદારો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *