Breaking NewsLatest

કેન્સર જ્ઞાન શ્રેણી: અંતિમ ભાગ

વિશ્વાસ રાખો : ઝડપી નિદાન અને સચોટ સંભાળ સાથેની સારવાર કેન્સરમાંથી ઉગારી શકે છે

કેન્સરગ્રસ્તને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર દર્દીઓની પડખે છે : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ
.
૪ ફેબ્રુઆરી-વિશ્વ કેન્સર દિવસ

વિશ્વ આરોગ્ય સંસ્થાની વર્ષ ૨૦૨૨ ની થીમ : “ક્લોઝ ધ કેર ગેપ”-કાળજી વધારીએ, કેન્સર ઘટાડીએ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
*વર્ષ ૨૦૨૦ માં દેશમાં ૧૩.૯૨ લાખ કેન્સરના નવા કેસ નોંધાયા : ગુજરાતમાં ૬૯.૬૬ હજાર
અમદાવાદ શહેરી કેન્સર રજીસ્ટ્રીના રીપોર્ટ પ્રમાણે દર એક લાખની વસ્તીએ પુરુષોમાં ૯૮ અને સ્ત્રીઓમાં ૭૭ નવા કેન્સરના કેસ જોવા મળે છે
..

કૅન્સર એટલે કૅન્સલ ?ના બિલકુલ નહી….

પ્રથમ તબક્કામાં જ જો યોગ્ય અને પૂરે પૂરી સચોટ સારવાર લેવામાં આવે તો કેન્સરને દૂર કરી શકાય છે, બીજા અને ત્રીજા તબક્કામાં યોગ્ય સારવારથી કેન્સરને કાબૂમાં લાવી શકાય છે.

કેન્સરના જુદા જુદા સ્ટેજ કયા હોય છે ?

કેન્સર ના વિવિધ તબક્કા કેન્સરની ગાંઠ ના કદ, લસિકા ગ્રંથિઓમાં તેનો ફેલાવો તથા શરીરના અન્ય અંગોમાં થયેલ ફેલાવા ને ધ્યાન માં લઈને નક્કી કરવામાં આવે છે.

પ્રથમ સ્ટેજ, જ્યારે કેન્સરની ગાંઠ 2 સેંટીમીટર કરતાં પણ નાની હોય અને તેનો કોઈપણ અન્ય જગ્યાએ ફેલાવો ના થયો હોય તો રોગ તેના પ્રથમ તબક્કામાં છે તેવું ગણવામાં આવે છે.
બીજો સ્ટેજ, જ્યારે કેન્સરની ગાંઠનું કદ 2 થી 5 સેંટીમીટર વચ્ચેનું હોય તથા તેનો ફેલાવો લસિકા ગ્રંથિમાં થતો હોય.
ત્રીજો સ્ટેજ, જ્યારે કેંસરની ગાંઠનું કદ 5 સેંટીમીટર કરતાં વધારે હોય અને તેનો ફેલાવો વધુ લસિકા ગ્રંથિઓમાં થયો હોય.
ચોથો સ્ટેજ, જ્યારે ગાંઠનું કદ ખૂબજ વધી જાઈ અને તે શરીરના અન્ય અંગોમા પ્રસરે છે.

ICMR ના NCDIR(National Centre For Disease Informatics And Research) વર્ષ ૨૦૨૧ ના રીપોર્ટ પ્રમાણે દેશમાં વર્ષ ૨૦૨૦માં ૧૩.૯૨ લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ ૩.૭૭ લાખ કેન્સરના કેસ તમાકુના સેવનના કારણે થયા હોવાનું જણાયું છે.
ભારતમાં દર ૮ મિનિટે ૧ સ્ત્રીનુ મ્રુત્યુ ગર્ભાશયના મુખના કેન્સર અને દર ૧૩ મિનિટે ૧ સ્ત્રીનુ મ્રુત્યુ સ્તનના કેન્સર ના કારણે થાય છે
ગુજરાતમાં વર્ષ ૨૦૨૦માં ૬૯૬૬૦ નવા કેશ નોંધાયા હતા જે વર્ષ ૨૦૨૫ સુધીમાં ૭૯૨૧૭ થવાનો અંદાજ છે.
અમદાવાદ શહેરી કેન્સર રજીસ્ટ્રીના રીપોર્ટ પ્રમાણે પુરુષોમાં તથા સ્ત્રીઓમાં દર એક લાખની વસ્તીએ અનુક્રમે ૯૮ અને ૭૭ નવા કેન્સર કેસ જોવા મળે છે.


અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે ૨૦,૦૦૦ જેટલા કેન્સરના નવા કેસ નોંધાય છે, જેમાં થી ૨૮.૮૪ % દર્દી અન્યમાંથી સારવાર અર્થે ગુજરાતમાં આવે છે. (રાજસ્થાન- ૧૨% , મધ્ય પ્રદેશ- ૧૧.૪%, મહારાસ્ટ્ર-૧%). GCRIમાં આવતા કુલ  કેસમાંથી ૫૦% દર્દીઓ માત્ર મોઢા,સ્તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્સરના નોંધાય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે રાજ્યનાં કેન્સરગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાનો સેવાયજ્ઞ આદર્યો છે.
રાજ્યના બજેટમાં છેલ્લા બે વર્ષમાં દર વર્ષે અંદાજીત ૧૦૪ કરોડના અનુદાનની  કેન્સરક્ષેત્રમાં વિવિધ સારવાર અને આધુનિક તકનીકી સુવિધાઓ માટે જોગવાઇ કરીને કેન્સર સામેની લડતમાં પ્રો-એક્ટિવ અભિગમ અપનાવ્યો છે.
રાજ્યના દૂર-સૂદુર અને અંતરિયાળ વિસ્તારમાંથી અમદાવાદ સિવિલ મેડિસીટીની જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીએ આવવું ન પડે તે હેતુથી રાજ્ય સરકાર અને જી.સી.આર.આઇના. સહિયારા પ્રયાસોથી રાજકોટ,ભાવનગર અને પાટણના સિધ્ધપુરમાં કેન્સર કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.રાજ્ય સરકારના સહયોગથી વડોદરા, જામનગર માં પણ કેન્સરની સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરમાં ૨૧.૫ ટકા પુરુષોમાં મોઢાનું કેન્સર જ્યારે સ્ત્રીઓમાં ૩૧.૨ ટકા સ્તનનનું કેન્સર જોવા મળે છે.

એક સર્વે અનુસાર ૧૫ થી ૪૯ વર્ષના લોકોમાં રહેલા કેન્સરના જોખમી પરિબળો…

રાજ્યના ૧૫ થી ૪૯ વર્ષના પુરુષ અને સ્ત્રીઓમાં હાથ ધરાયેલ સર્વે પ્રમાણે દારૂના સેવનથી 5.8 ટકા પુરૂષ અને 0.6 ટકા સ્ત્રીઓ, અઠવાડિયામાં ફક્ત એક જ વખત લીલા શાકભાજી ખાતા 89.5 ટકા પુરૂષો અને 89.8 ટકા સ્ત્રીઓ, જ્યારે ફક્ત એક જ વખત ફળનું સેવન કરતા 44.6 ટકા પુરૂષો અને 52.3 ટકા સ્ત્રીઓ, ગૃહીણીઓમાં રસોડામાં ચૂલાના ઉપયોગથી થતા ઘુમાડાથી 38 ટકા ,જ્યારે વધુ વજન અથવા મેદસ્વિપણાથી 19.9 ટકા પુરૂષો અને 22.6 ટકા સ્ત્રીઓ, હાયપર ટેન્સરથી 20.3 ટકા પુરૂષો અને 20.6 ટકા સ્ત્રીઓ અને ડાયાબિટીસથી 16.9 ટકા પુરૂષો અને 15.8 ટકા સ્ત્રીઓમાં કેન્સર થવાનું રિસ્ક અંશતઃ વઘુ જોવા મળ્યુ છે.

કૅન્સરની સારવાર મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓથી થાય છે

● શસ્ત્રક્રિયા : આ પધ્ધતિમાં કૅન્સર થયેલાં ભાગને કાઢી નાંખવામાં આવે છે.
● વિકિરણ સારવાર (રેડિયોથેરાપી) : આ પધ્ધતિમાં કૅન્સર કોષોનો વિકિરણની મદદથી નાશ કરવામાં આવે છે.
● દવાઓની સારવાર (કિમોથેરાપી) : આ પ્રકારની સારવારમાં કૅન્સરવિરોધી દવાઓ આપવામાં આવે છે. કૅન્સરની સારવારમાં હાલમાં ઘણી અસરકારક દવાઓ ઉપલબ્ધ છે.
● રાહતદાયી સંભાર (પેલિએટિવ કેર) : જેમાં કેન્સરનાં દુખાવા અને અન્ય તકલીફોની સારવાર આપવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 688

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *