ઘર બેઠા ઉચ્ચ અભ્યાસ ઈચ્છત લોકો માટે ઉત્તમ તક
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
હાલ કોલેજ કક્ષાએ પરીક્ષાનો માહોલ છે. ત્યારે મોડાસામાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સિટી દ્વારા શ્રી મ.લા. ગાંધી ઉચત્તર કેળવણી મંડળ આર્ટસ
કોલેજ મોડાસા કેન્દ્ર ખાતે પરીક્ષાનો પ્રારંભ થયેલ છે. જેમાં કોવિડ -19ના નિયમોનો સપૂર્ણ પાલન થયું છે. વિધ્યાર્થીઓ શાંતિ પૂર્વક પરીક્ષા આપી રહ્યા છે . શિક્ષા વચ્છુક વ્યક્તિઓ માટે આ એક ઉત્તમ તક છે.
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સિટી શિક્ષણ અન્ય અનેક ક્ષેત્રે આગળ વધવાના વિષયો જેમાં જર્નાલિસમ, ચાઇલ્ડ ડેવલોપમેન્ટ , ફૂડ એન્ડ ન્યુટ્રીશન, માનવધિકારો જેવા વિષયો ઉપલબ્ધ છે. એવા વિષયો કે જે મોટી ઉમરના વ્યક્તિ હોય કે વધુ અભ્યાસ કરવા ઇચ્છતા હોય તેમજ નોકરીની ઉજવળ તકો મેળવવા ઇચ્છતા હોય તેવા વિધ્યાર્થી ભાઈ બહેનો આ પરીક્ષા આપી રહ્યા છે.અરવલ્લી જિલ્લાના વિસ્તારમાં ઘરે બેસીને કે નોકરી સાથે સાથે ગણા બધા વિષયોમાં સ્નાતક, અનુસ્નાતક, પી. એચ. ડી તેમજ ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ કરવાની સગવડ શ્રી એચ કે શાહ એન્ડ શ્રી કૃષ્ણ ઑ. એમ . આર્ટસ કોલેજ મોડાસામાં ઉપલબ્ધ છે. તેમજ સરકારી નોકરીમાં ફરજ બજાવતા કર્મચાઋ મિત્રો માટે CCC અને CCC+ની પરીક્ષાઓની પણ આ કેન્દ્રમાં વ્યવસ્થા છે.
આ પરીક્ષામાં આર્ટસ કોલેજ મોડાસાના પ્રાધ્યાપિકાબેન ડો. વંદનાબેન પરમાર જેઓ માનવ અધિકાર વિષયની પરીક્ષા આપી રહ્યા છે તેમજ જર્નાલિસમમાં રસ ધરાવતા અને લેખક બનેલા ક્રિષ્ના પટેલ કે જેઓ બી.એસી.સી પૂરું કરી હાલ જર્નાલિસમ વિષયની પરિક્ષા આપી રહ્યા છે.