Breaking NewsLatest

કોવિડ-૧૯- અમદાવાદ આરોગ્યકર્મીઓની ફરજનિષ્ઠાને સલામ. દર્દીઓની સેવા માટે તત્પર કર્મીઓનો ‘હમ નહી રુકેંગે’ નો કર્તવ્ય મંત્ર

અમદાવાદ સિવિલ મેડીસીટીના ૨,૫૦૦ થી વધુ સ્ટાફે મહિનાઓથી  રજા લીધી નથી                                                   ————————–
અમદાવાદ: અત્યારે સમસ્ત દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ઇલાજની આશાએ આવેલા  દર્દીને બચાવવા અને કોરોનાનાને રોકવા માટે ગુજરાત સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ “આ પાર કે પેલે પાર”ના ધ્યેય સાથે જીવસટોસટની બાજી ખેલી રહ્યો છે.
વર્તમાન સમયમાં સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ તથા મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં નવનિર્મિત કિડની હોસ્પિટલની ઇમારતમાં કાર્યરત કોવિડ સુવિધાઓમાં વિવિધ કેડરના કુલ ૨૫૮૦ લોકોનો મેડિકલ સ્ટાફ દિન-રાત જોયા વિના માત્ર ને  માત્ર દર્દીઓ માટે ‘રાઉન્ડ ધ ક્લોક’ કામ કરી રહ્યો છે. આ ફરજ નિષ્ઠાથી સિવિલ હોસ્પિટલના સ્ટાફે મેડિકલ વ્યવસાયમાં આવનારી ભાવિ પેઢીઓ માટે કર્તવ્યપરાયણતાનું ઉચ્ચ દૃષ્ટાંત પ્રસ્થાપિત કર્યું છે.   મેડિકલ સ્ટાફની દર્દીઓ પ્રત્યેની સમર્પિતતાનો ખ્યાલ એના પરથી મળી શકે કે આવી કઠિન પરિસ્થિતિમાં પણ ૫૨૮ ડોક્ટર, ૬૫૫ નર્સ, ૩૦૧ પૅરા મેડિકલ કર્મચારી, ૮૮૭ સફાઇકર્મી, ૧૫૩ સુરક્ષાકર્મી, ૧૪ કાઉન્સેલર, ૨૫ દર્દી સહાયક અને ૧૫ પી.આર.ઓ. – કુલ ૨૫૮૦ મેડિકલ સ્ટાફે દર્દીઓ ખાતર ઘણા દિવસોથી એક પણ રજા લીધી નથી.
કોવિડના દર્દીઓની રાત-દિનની સેવા દરમિયાન ડોક્ટર્સ સહિતનો ૮૦ જેટલો મેડિકલ સ્ટાફ પણ કોરોનાની આ ઘાતક લહેરમાં  સંક્રમિત થયો છે, પણ આ તમામ સ્ટાફ મેમ્બર્સે સાજા થયા બાદ પુનઃ ફરજ પર જોડાઇ જઇ ફરજ પ્રત્યેની પોતાની કર્તવ્યનિષ્ઠા દર્શાવી છે.
એક તરફ મેડિકલ સ્ટાફ દિન રાત ખડે પગે ફરજ બજાવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર પણ કોવિડ દર્દીઓની સેવા-સુશ્રુષા કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. ગુજરાત સરકાર નિર્ણાયકતા સાથે સરકારી હોસ્પિટલોમાં જોઇતા તમામ સાધન-સગવડો વિના વિલંબે પ્રદાન કરી રહી છે.
સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા તમામ દર્દીઓ માટે  મોંઘા ઇન્જેક્શન, દવાઓ સમયસર પર્યાપ્ત જથ્થામાં હોસ્પિટલમાં પુરા પાડવામાં આવી રહી છે. સરકારી સિવિલ હોસ્પિટલમાં ટોસીલીઝૂમેબ અને રેમડેસિવીર જેવા અત્યંત મોંઘા ઇન્જેક્શનની સારવાર પણ દર્દીને નિઃશુલ્ક આપવામાં આવે છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓને સતત સારી સારવાર મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા સિવિલ તંત્ર દ્વારા  કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની બહાર હોસ્પિટલ અને મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ સ્થિત કિડની હોસ્પિટલમાં દર્દીના સગાને રોકાણ માટે ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે.
કોવિડ મહામારી ચેપી હોવાથી દર્દીના સગાનું દર્દી પાસે રહેવું હિતાવહ નથી. તેથી દર્દીના સગાઓ- દર્દીના સ્વજનો વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી સાથે વાતચીત કરી શકે તે માટે વીડિયો કોલિંગની વ્યવસ્થા પણ  કરવામાં આવી છે. સારવાર મેળવી રહેલા દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિ જાણી શકાય તે માટે કંટ્રોલ નંબર કાર્યરત કરાવવામાં આવ્યા છે.
ગુજરાત સરકારની ત્વરિત કામગીરીના કારણે અત્યારે અમદાવાદમાં કોવિડની સારવાર માટે પર્યાપ્ત સંખ્યામાં બૅડ સંખ્યા ઉપલબ્ધ છે. એટલું જ નહીં,  આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લા સ્તરના તમામ ખાનગી નર્સિંગ હોમને પણ કોવિડ દર્દીઓ માટે બૅડ અનામત રાખવા હાકલ કરી છે, જેથી શક્ય તેટલા વધુ લોકોને ઘરની નજીક જ સારવાર મળી શકે. નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલે તબીબો ટેક્નોલોજીના માધ્યમથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દર્દીઓને સારવાર-સલાહ આપે તેવો અનુરોધ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલના ૧૭ દિવસમાં  ૧૬૭૦ જેટલા  દર્દીને ડિસ્ચાર્જ મળ્યું છે
સિવિલ હોસ્પિટમાંથી સારવાર મેળવી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ રહી છે, તેથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે વધુ બેડ ઉપ્લબ્ધ થઈ રહ્યા છે. ૧ થી ૧૭ એપ્રિલ સુધીમાં ૧૬૭૦ દર્દીને ડિસ્ચાર્જ અપાયું છે.
અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત વિવિધ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત છે. સિવિલ વહીવટીતંત્રએ પરિસ્થિતિને અનુરુપ ઓક્સિજન સાથેના દર્દીની સ્થિતિ સ્થિર જણાય તો સમરસ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કરી જરૂરિયાતમંદોને સત્વરે સારવાર મળે તે પ્રકારે આયોજન હાથ ધર્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *