કપિલ પટેલ દ્વારા અરવલ્લી.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના બીઆરસી ભવન ખાતે બુધવારના રોજ બેટી બચાવો બેટી પઢાવો યોજના વિષય પર કાર્ય શિબિર યોજાઇ હતી.
આઈ.સી.ડી.એસ વિભાગ, જિલ્લા પંચાયત સાબરકાંઠા અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, કલેકટર કચેરી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે કિશોરીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો માટે કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન શ્રી રેખાબા ઝાલા, પ્રોગ્રામ ઓફીસરશ્રી ડૉ. કિશોરસિંહ ચારણ, મહિલા અને બાળ અધિકારીશ્રી દીપેન પંડ્યા, તાલુકા પ્રમુખ ખેડબ્રહ્મા, જિલ્લા સદસ્ય ખેડબ્રહ્મા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યશિબિરમાં જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ નિકિતાબેન ચૌહાણ દ્વારા કિશોરીઓ માટેની યોજના વિશે તેમજ યુનિસેફના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર દીપકભાઈ પુરોહિત દ્વારા બાળકોના કાયદાઓ તેમજ અધિકારો વિશે અને બાળ વિવાહ અંગે જાગૃતિ અંગેની સમજ આપી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.