રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
આ યોજનામાં સમગ્ર સુરત શહેરના 2000 ગંગા સ્વરૂપ બહેનો લાભાર્થી બનશે, તે પૈકી 15 મે ના દિવસે કિરણ હોસ્પિટલ ખાતે 2000 પૈકી 500 બહેનોને આરોગ્ય સહાય યોજનાના કાર્ડ આપવામાં આવ્યા. આ લાભાર્થી બહેનો અને તેમના પરીવાર આ કાર્ડ દ્વારા કિરણ હોસ્પિટલની સેવાનો લાભ ફક્ત 10 % ટોકન ચાર્જ માં જ લઈ શકશે. જેઓને 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ હશે તેમને અને તેમના પરિવારને ફક્ત 10% માં સારવાર મળશે. દા.ત. શહેરના અન્ય સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનો કન્સલ્ટિંગ ચાર્જ 1500/- હોય છે જ્યારે આ યોજનામાં ગં.સ્વ. બહેનોને કિરણ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનો કન્સલ્ટિંગ ચાર્જ ફક્ત 25 – રૂપિયા જ લેવામાં આવશે. અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનો કન્સલ્ટિંગ ચાર્જ ફક્ત 15 – રૂપિયા જ લેવામાં આવશે.
કિરણ હોસ્પિટલની તમામ પ્રકારની સારવાર ગંગા સ્વરૂપ બહેનો અને તેમના બાળકોને ફક્ત 10% ટોકન ચાર્જ માં જ એમનું પ્રથમ સંતાન 25 વર્ષનું થશે ત્યાં સુધી મળશે. કિરણ હોસ્પિટલે સુરત શહેરના તમમા લોકોને પોતાનો પરિવાર સમજી શહેરની બે હજાર ગંગા સ્વરૂપ બહેનો અને તેમના બાળકોને આરોગ્ય સેવા માટે દત્તક લીધા છે તે ખુબજ પ્રસંશનીય કામગીરી છે, શહેરના હરકોઈ જાગૃત લોકો આ સેવાને બિરદાવે છે.
ગંગા સ્વરૂપ બહેનો આરોગ્ય સહાય યોજનાના કાર્ડ વિતરણ કાર્યક્રમમાં શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી હેમાલીબેન બોઘવાલા એ આ ઉમદા કાર્યને બિરદાવયુ છે, કિરણ હોસ્પિટલની સેવા સુરત શહેર માટે ખુબજ ઉપયોગી નીવડી રહી છે કિરણ હોસ્પિટલ દ્વારા આ બહેનો ને આરોગ્ય ખર્ચ માથી મુક્તિ મળી છે તે બદલ હું મેયર તરીકે કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી તથા તમામ સાથી આગેવાનોને ખુબ ખૂબ અભનંદન પાઠવું છું. તેવીજ રીતે આપણાં રાજ્યના શહેરી વિકાસ મંત્રી વિનુભાઇ મોરડીયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કિરણ હોસ્પિટલની તમામ વિભાગોની સેવાને બિરદાવી સુરતમાં કદી ન થયા હોય તેવા ઓપરેશનો કિરણ હોસ્પીટલમાં થઈ રહ્યા છે તેની ખુશી વ્યક્ત કરી, ગંગા સ્વરૂપ બહેનો માટેની આ યોજનાથી વિનુભાઇ મોરડીયા ખુબજ પ્રભાવિત થયા, આજના કાર્યક્રમમાં કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણીએ આ યોજનાની ઊંડાણ પૂર્વક માહિતી આપી અને આ યોજનામાં ગંગા સ્વરૂપ બહેનો કેવી રીતે લાભ લઈ શકશે તે અંગે માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત કાર્યક્રમમાં શ્રી લાલજીભાઇ પટેલ, શ્રી રવજીભાઈ મોણપરા, શ્રી લવજીભાઇ બાદશાહ, શ્રી વલ્લભભાઇ લખાણી તેમજ શ્રી મનજીભાઇ લખાણી પણ ઉપસ્થિત રહ્યા હતાં.
લાભાર્થી ગંગા સ્વરૂપ બહેનો આ યોજના ના કાર્ડ સ્વીકારતા તેમના ચહેરાઓ પર ખુશીના દર્શન થતાં હતા આ બહેનો એવું વ્યક્ત કરે છે કે કિરણ હોસ્પિટલ જેવી અતિ આધુનિક હોસ્પીટલમાં અમારી બધીજ સારવાર કાયમી થશે એટલે અમારા પરિવારને હવે આરોગ્ય ખર્ચ માથી મુક્તિ મળશે. આ સહયોગ કરવા બદલ સંસ્થાના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી અને સાથી આગેવાનોનો તેમને હ્રદય પૂર્વક આભાર આભાર માન્યો.