શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે તાજેતરમાં દેવદિવાળી પર્વ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે ત્યારે હાલમાં પણ મા અંબાના ભક્તો અંબાજી અને ગબ્બર ખાતે દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પર્વત ઉપર સાડા દસ કલાકે સવારે ભાવનગરના પિતા-પુત્ર ગબ્બર ખાતે દર્શન કરવા આવ્યા હતા ત્યારે પિતાને છાતીના ભાગમાં દુખાવો થતાં તેઓ ઢળી પડ્યા હતા તેમને તાત્કાલિક સારવારના ભાગરૂપે અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતક ભાઈ ભાવનગર ના રહેવાસી હતા જેમનું નામ હિરેનભાઈ પડીયાદરા, ઉંમર 45 વર્ષહતી. જેઓ પોતાના પુત્ર પ્રિયંકભાઈ સાથે ગબ્બર દર્શન કરવા આવ્યા હતા. તેમના પુત્રના જણાવ્યા અનુસાર તેમને બીપી નો પ્રોબ્લેમ હતો. લગભગ સાડા દસ કલાકે ગબ્બર ખાતે છાતીના ભાગે દુખાવો ઉપડતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. ગબ્બર મંદિરના ગિરીશ ભાઈ મહારાજ અને રોપવે સ્ટાફ ની ઝડપી કામગીરી થી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પણ મૃતક ભાઈ ને બચાવી શકાયા ન હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી