Breaking NewsLatest

ગરિમા ફાઉન્ડેશન પ્રેરિત રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા આયોજિત

*ગારિયાધારના વિવિધ સામાજિક સંગઠનો અને વેપારી મિત્રોના સહિયારા પ્રયાસોથી યોજાયો રક્તદાન મહાદાન કેમ્પ.*

એકત્ર થયેલ રક્ત સર.ટી.હોસ્પિટલ ને અર્પણ કરેલ.
વિશ્વ પર આવી પડેલ કોરોના નામની મહામારીને કારણે ભવિષ્યમાં સર્જાવાની અનિશ્ચિત પરિસ્થિતિને પહોંચી વળવાના ભાગરૂપે તેમજ થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે ગારિયાધારમાં શૈક્ષણિક અને સેવાકીય કામગીરી કરવાની નેમ સાથે શરૂ થયેલ ગરિમા ફાઉન્ડેશન પ્રેરિત રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા ત્રીજા રક્તદાન મહાદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગારિયાધાર શહેર અને તાલુકાના વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો અને વેપારી મિત્રોએ બહોળી સંખ્યામાં રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ તકે ગારિયાધાર વિધાનસભા-101ના ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી તેમજ વિવિધ રાજકિય આગેવાનો એ ઉપસ્થિત રહી દીપ પ્રાગટય કરેલ અને આવા સેવાકીય કાર્યક્રમો કરવા બદલ રવિગિરિ ગોસ્વામી, લાલજીભાઈ પ્રજાપતિ તેમજ યુવા પત્રકાર ગોપાલભાઈ ગોંડલીયાને અભિનંદન આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

રિપોર્ટ ગોપાલ ગોંડલિયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…

ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું

પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય…

1 of 733

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *