Breaking NewsLatest

ગાંધીનગર ખાતે સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટસ અને યુનિસેફના ઉપક્રમે કોરોના રસીકરણ ઝુંબેશ અને કોવિડને અનુરૂપ વર્તણુંક અંગે મિડીયા વર્કશોપ યોજાઈ

ગાંધીનગર: સ્કૂલ ઓફ લિબરલ સ્ટડીઝ, પંડીત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીના સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટસ તથા યુનિસેફના સંયુક્ત ઉપક્રમે ગુજરાત મિડીયા કલબના સહયોગથી કોવિડ-19 રસીકરણ ઝુંબેશ અને કોવિડ-19ને અનુરૂપ વર્તણુંક અંગે એક મિડીયા વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ વર્કશોપમાં ગુજરાત સરકારના સ્ટેટ ઈમ્યુનાઈઝેશન ઓફિસર ડો. નયન જાની, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આસિ. ડિરેકટર ડો. બીના વડાલીયા, યુનિસેફના હેલ્થ ઓફિસર ડો. શ્રવણ ચેનજી, શ્રી ધર્મેન્દ્ર તિવારી (આઈઆઈએસ), ડિરેકટર, ન્યૂઝ, દૂરદર્શન, અમદાવાદ, ડો. દિપ્તી ભટ્ટ, સાયકીયાટ્રીસ્ટ, મેન્ટલ હેલ્થ હૉસ્પિટલ, અમદાવાદ અને ગુજરાત મિડીઆ કલબના પ્રેસીડેન્ટ શ્રી નિર્ણય કપૂર હાજર રહયા હતા.

આ સમારંભનો ઉદ્દેશ રાજય સરકાર અને યુનિસેફ તરફથી રસીકરણના માધ્યમથી કોરોના નિયંત્રણ અંગે લેવામાં આવેલાં પગલાં અંગે તથા કોવિડ-19ને અનુરૂપ વર્તણુંક અંગે જાગૃતિ પેદા કરવાનો હતો.
ડો. નયન જાનીએ કહ્યું કે ગુજરાત સરકારે રાજયમાં હાથ ધરેલી રસીકરણની ઝુંબેશનો હેતુ રસી સાથે સંકળાયેલી માન્યતાઓ દૂર કરવાનો તથા લોકોને કોરોના નિયંત્રણ માટે પ્રોત્સાહીત કરવાનો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજય સરકાર તેની રસીકરણપાત્ર 4.92 કરોડ વસતીને રસી આપવા માગે છે. 3.5 કરોડથી વધુ લોકો પ્રથમ ડોઝ લઈ ચૂકયા છે. તેમણે દરેક લોકોને બીજો ડોઝ લઈ લેવો માટે અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે “ગુજરાતનાં 1000થી વધુ ગામમાં 100 ટકા રસીકરણ થઈ ગયુ છે. જ્યાં રસીકરણનો દર ઓછો છે ત્યાં ગુજરાત સરકાર વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરીને લોકોને પ્રોત્સાહિત કરવા માગે છે. ” તેમણે ત્રીજી લહેરનો સામનો કરવા માટે લોકોને કોરોના અનુરૂપ વર્તણુક દાખવવા અનુરોધ કર્યો હતો. ડો. જાનીએ દૂરદર્શનના પ્રતિનિધીઓ સાથે ચર્ચામાં રસી લેતાં અચકાતા લોકોનો માટે અપનાવવાની વ્યુહરચનાઓ અંગે વાત કરી હતી.

ડો. શ્રવણ ચેનજીએ ગુજરાત સરકારની રસીકરણ ઝુંબેશને સહયોગ આપવા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ અંગે તથા RMNCHA સર્વિસિસ પુનઃસ્થાપિત કરવા અંગે વાત કરી હતી. તેમણે ગુજરાતનાં ગામડાંમાં પાયાના સ્તરે કોવિડ-19નુ ટેસ્ટીંગ અને વ્યવસ્થાપન ક્ષમતા, કોલ્ડ ચેઈન અને વેકસીન લોજીસ્ટીક સિસ્ટીમ તેમજ કોવિડ રસીકરણ ઝુંબેશના અમલીકરણને મજબૂત કરવામાં, કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા બાબતે તથા કોવિડને અનુરૂપ વર્તણુંક તથા સમાજીક સંપર્કો જાળવવા અંગે યુનિસેફના પ્રયાસો અંગે વાત કરી હતી. તેમણે મિડીયાને અનુરોધ કર્યો હતો કે તે લોકોને સાચી રીતે માસ્ક પહેરવા બાબતે તથા કોવિડને અનુરૂપ વર્તણુંક દાખવવા તથા રસી લેવા માટે જાગૃત કરે.
દૂરદર્શનના શ્રી ધર્મેન્દ્ર તિવારીએ કાર્યક્રમના ઓયોજન માટે યુનિસેફ અને CCCR-PDPUના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે 16 જાન્યુઆરી, 2021ના રોજ રસીકરણ હાથ ધરાયા પછી હાથ ધરાયેલી આ પ્રથમ મિડીયા વર્કશોપ છે. તેમણે કોરોના નિયંત્રણ માટે રસીકરણના મહત્વ અંગે પણ વાત કરી હતી.
ડો. શ્રવણ ચેનજીના અધ્યક્ષપદે યોજાયેલી પેનલ ચર્ચામાં ડો. બીના વડાલીયાએ કહ્યું કે હવે સગર્ભા મહિલાઓ અને બાળકોને સ્તનપાન કરાવતી માતાઓ માટે પણ રસી ઉપલબ્ધ છે. તેમણે રસીનો ડોઝ સમયસર લઈ લેવો જોઈએ.

મેન્ટલ હેલ્થ હૉસ્પિટલ, અમદાવાદનાં ડો. દિપ્તી ભટ્ટે સાદી પધ્ધતિઓથી તાણમુક્ત રહેવાના નવતર ઉપાયો અંગે વાત કરી હતી. તેમણે ચેપને લગતો અજંપો, રસી લેવામાં ખંચકાટ દૂર કરવાનાં તથા અન્ય સંબંધિત પાસાં અંગે રાજય સરકારે લીધેલાં પગલાં અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે “ યોગ કરવાથી અનેક લોકો તાણમાં અને અજંપામાંથી બહાર આવ્યાં છે. તેમણે લોકોને ફેક ન્યૂઝનો ભોગ બન્યા વગર કોવિડ-19 અંગે અધિકૃત માહિતી અને ડેટાને અનુસરવા જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે અનેક લોકો ગેરમાર્ગે દોરતી માહિતીનો ભોગ બને છે અને પોતાના અજંપામાં વધારો કરે છે” આ વર્કશોપમાં ગુજરાતમાંથી 50 થી વધુ મિડીયા પ્રતિનિધિઓ હાજર રહયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 682

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *