અમદાવાદ: કોરોનાની મહામારીમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે સૌ કોઈ એક બની સાથ સહકાર દ્વારા આ મહામારીને નાથવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે દિવસ રાત પોતાની ફરજ બજાવતા સાથે સાથે સેવાકીય કાર્ય કરવા માટે અમદાવાદ પોલીસે પણ કોઈ કચાસ બાકી નથી રાખી.. અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અસારવા સિવિલ 1200 બેડ કોવિડ-19 હોસ્પિટલ ખાતે અલગ- અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના દર્દીઓ દાખલ થયેલા હોય, તેમના ના સગાંઓ હોસ્પિટલની બહાર બેસી રહેતા હોય અને ઉનાળાની ગરમીનો સમય હોવાના કારણે અમદાવાદની શાહીબાગ પોલીસ પરિવાર તરફથી છેલ્લાં અઠવાડિયાથી તેઓને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે…ત્યારે આ કપરા કાળમાં ગરમીને કારણે આવેલ લોકોના હૃદયે પોલીસ માટે આશીર્વાદ વરસી રહ્યા છે.. સેવા સુરક્ષા અને શાંતિના સૂત્ર ને સાર્થક કરતા પોલીસ આજે પ્રત્યેક નાગરિકના વહારે ઉભી જોવા મળી રહી છે અને આવા સેવાકીય કાર્ય બદલ તેઓની કામગીરી ખરેખર પ્રશ્સનીય છે જેના માટે ગુજરાત પોલીસને સલામ છે..