Breaking NewsLatest

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા પરીક્ષા ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ દરમ્યાન યોજાશે

ધોરણ-૧૦ માં ૧૮૩૪૨ વિધાર્થીઓ અને એચ.એસ.સી (સાપ્ર) ૯૨૫૪ જયારે વિજ્ઞાન, પ્રવાહમાં ૧૮૬૧ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

એસ.એસ.સી ના ૬૧૨ જયારે એચ. એસ.સી ૪૦૩ બ્લોકમાં વિધાર્થીઓ પરીક્ષા આપશે.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધો-૧૦ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહના નિયમિત/ રીપીટર પૃથ્થક ખાનગી પરીક્ષા ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી યોજવામાં આવશે.


શિક્ષણ બોર્ડ દ્રારા લેવાનાર પરીક્ષા સારી રીતે નિષ્પક્ષ્ રીતે યોજાય તે  માટે ચર્ચા  વિચારણા અંગેની બેઠક કલેકટરશ્રીર્ડા.  નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ્સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં  યોજવામાં આવી હતી
આ બેઠકમાં કલેકટરશ્રીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાનાર પરીક્ષા વિધાર્થી ભય મુકત અને  સુચારુ રીતે અને નિષ્પક્ષ્ રીતે  આપી શકે તે માટે  આપવામાં આવેલ કામગીરી અધિકારીઓ  તથા સંચાલકોએ નિભાવવાની રહેશે, બેઠકમાં કલેકટરશ્રીએ પરીક્ષા ઝોન મોડાસાના સ્ટ્રોગ રૂમ ખાતે સુરક્ષા માટે અલાયદી ૧+૩ હથિયારધારી પોલીસગાર્ડની નિમણાક કરવા, પ્રશ્નનપત્રો લેવા જવા માટે હથિયારધારી પોલીસ ગાર્ડની વ્યવસ્થા કરવા, તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે બંન્ને પરીક્ષા દરમિયાન પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવા, જિલ્લામાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની તેકદારી રાખવા ,પોલીસ વિભાગને. જણાવ્યુ હતું તથા પરીક્ષા કટ્રોલરૂમ ખાતે કંટ્રોલ અધિકારી, સહિતના સ્ટાફની નિમણુંક કરવા તથા તમામ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ ખાતે કેન્દ્ર સંચાલકોની નિમણૂક કરવા, કેન્દ્ર સંચાલક દ્રારા સુપરવાઈઝર અને અન્ય સ્ટાફની નિમણૂંક કરવા પણ જણાવ્યું હતું પરીક્ષા બિલ્ડીંગ ખાતે પરીક્ષા દરમ્યાનના સી..સી. ટી.વી. કુટેજ મેળવવા તથા પરીક્ષાર્થીઓ શાંતિચિત્તે પરીક્ષા આપી તે માટે વિજ પુરવઠો ચાલુ રાખવા, પરીક્ષાર્થીઓ પરીક્ષા બિલ્ડીંગ પર સમયસર આવી   શકે તે માટે એસ.ટી વિભાગને વ્યવસ્થા કરવા, ચાલુ પરીક્ષાના નજીકના પી.એચ.સી /સી.એચ.સી  આરોગ્ય કેન્દ્ર ચાલુ  રાખવા વિગેરે પર જરૂરી સૂચનાઓ આપી હતી.
અરવલ્લી જિલ્લામાં લેવાનાર ધોરણ-૧૦ ની પરીક્ષામાં કુલ ૧૮૩૪૨ વિધાર્થીઓ-૬૧૨ બ્લોકમાં પરીક્ષા આપશે  જયારે એચ. એસ.સી ધો-૧૨( સા.પ્ર) ૯૨૫૪ વિધાર્થીઓ  ૩૦૯  બિલ્ડીંગ અને વિજ્ઞાન પ્રવાહમાં  ૧૮૬૧ વિધાર્થી ૯૪ બ્લોકમાં પરીક્ષા આપશે આમ જિલ્લામાં એસ.એસ.સી અને એચ.એસ.સી.ના મળી  કુલ ૨૯૪૫૭ વિધાર્થીઓ ૧૦૧૫ બ્લોકમાં નિયમિત /રીપીટર/ પૃથ્થક અને ખાનગી વધાર્થીઓ પરીક્ષા આપશે.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, આરોગ્ય અધિકારીશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી ઉત્તર ગુજરાત વિજ કંપની, એસ.ટી વિભાગ અને  સમિતિના સભ્યો ઉપસ્થિત રહયા  હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 682

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *