– ગામના સ્મશાનને મંગલ મંદિર પ્રતિષ્ઠાન નામે વિકસીત કરાયું
– કાનપુર ગામના મંગલ મંદિરને જોવા આસપાસના તેમજ અન્ય રાજ્યના લોકો પણ આવે છે મુલાકાતે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
કહેવાય છે કે માણસના મૃત્યુ પછી તેના પાર્થિવદેહને સ્મશાનમાં લઈ જવાય છે . જ્યાં ફક્ત સ્મશાનની સગડી જ જોવા મળતી હોય છે પરંતુ કાનપુર ગામના વતની જશુભાઇ દાનાભાઈ પટેલ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું છે જેને જોતા જ માણસનું મન મોહી જાય તેવું ઉત્તમ મંગલ મંદિર ધામ ઇડર તાલુકાના કાનપુર ગામે વિકસાવવામાં આવ્યું છે. આ સ્મશાનમાં વેદ, પુરાણ, ગીતા, ભાગવદને સાર્થકતા અપાયી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કાનપુર ગામના જશુભાઇ પટેલ આજથી બે વર્ષ પહેલાં તેમનું બાયપાસ ઓપરેશન કરવામાં આવેલ ત્યાર પછી તેઓએ ઘરે આવીને આ જગ્યા ઉપર 1 લાખ વૃક્ષો વાવવાનું નક્કી કરતાં આજે તેમણે 190 પ્રકારના વૃક્ષોનો અઢી હેક્ટર જમીનમાં વાવેતર કરેલ છે અને લોકોને પણ પ્રેરણા આપેલ છે. આ ગામના પંચાયત દ્વારા પણ તેમને સારો સહયોગ મળી રહ્યો છે. ગામ લોકોનો પણ સારો સહયોગ મળી રહ્યો છે. તેમણે ત્યાં બનાવેલ દિવાલ, બોકડા દરેક વસ્તુ પર ભાગવત ગીતા, રામાયણ, મહાભારત, વેદ, પુરાણ, ઉપનિષદ દરેકના શ્લોકો લખેલા છે અને લોકોને પણ અહિંયા આવવાનું ગમે તેવું સુંદર મજાનું મંગલ મંદિર પ્રતિસ્થાનનું આયોજન કરેલ છે. ઇડર તાલુકાના આ કાનપુર ગામના મંગલ મંદિરને જોવા આસપાસના તેમજ અન્ય રાજ્યના લોકો પણ આવી ગયા છે. જશુભાઈ પટેલની આ પેરણા તેમના માટે પણ ખુબજ ઉપયોગી છે. ખરેખર જીવનમાં જીવતેજી એક વખત આ કાનપુર ગામના મંગલ મંદિર સ્મશાનની મુલાકાત લેવા જેવી છે.
આજના સ્વાર્થ યુક્ત જીવન તેમજ ડિજિટલ યુગ થી 24 કલાકનો સમય પણ માનવજીવન માટે જાણે કે ઓછો પડતો હોય તેવું જીવન દરેક વ્યક્તિ જીવી રહ્યો છે ત્યારે સાબરકાંઠાના ઇડર કાનપુર ગામે સર્જાયેલા અંતિમધામ થકી નિસ્વાર્થ કામ નિયમિત સમય આપવામાંંઆવે તો અશક્ય લાગતાં કામ પણ સંભવિત બને છે તેની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવી રહ્યું છે