Breaking NewsLatest

જાણો..નવનિર્મિત હોસ્પિટલના ડાયાલિસિસ કેન્દ્રમાં સારવાર મેળવતા પ્રથમ દર્દી ઈશ્વરભાઈનો પ્રતિભાવ

અમદાવાદ: છેલ્લા બે વર્ષથી અનેક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો હતો જેનો મહદંશે આજે અંત આવ્યો છે. વિરમગામથી અમદાવાદ શહેર અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવા જવું પડતું.

અડધું જીવન વાહન વ્યવહારની મુસાફરી અને બાકીનું દવાખાના પૂરતું સીમિત બની ગયું હતું. આજે અમારા જેવા દીન માટે વિરમગામમાં જ ડાયાલિસિસની નિશુલ્ક સેવા ઉપલબ્ધ થતાં અમારે તો ‘ઘર આંગણે ગંગા આવી છે.

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ ના હસ્તે વિરમગામમાં લોકાર્પણ થયેલ ‘મહાત્મા ગાંધી સબ હોસ્પિટલ’ના ડાયાલિસિસ કેન્દ્રમાં ડાયાલિસિસ સારવારનો લાભ મેળવનાર ‘ઇશ્વરભાઇ પટણી’ પ્રથમ દર્દી બન્યા છે.

તેઓ છેલ્લાં બે વર્ષથી કિડની બિમારીમાથી પસાર થઈ રહ્યા છે. જે કારણોસર તેઓએ અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવાની ફરજ પડી છે.અગાઉ તેઓ ફેક્ટરી કામગીરી કરીને આર્થિક ઉપાર્જન કરતા હતા.હાલ આ પીડાના કારણે તે પણ બંધ થયું છે.

વિરમગામ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં જ કાર્યરત થયેલ ડાયાલીસીસ કેન્દ્ર ઇશ્વરભાઇ પટની જેવા અનેક ગરીબ,મધ્યમ વર્ગીય અને જરૂરિયાત મંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા

જામનગર સંજીવ રાજપૂત, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની…

દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જઈ રહેલા યાત્રીઓ માટે જામનગર આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી

જામનગર સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા ખાતે હોળી-ધુળેટીના પર્વ નિમિતે ફૂલડોલ…

નવસારી જિલ્લાના વિવિધ કલાકારોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નો રંગ જમાવ્યો

નવસારી,સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત રાજ્યના આદિવાસીઓ હોળી સહિતના તહેવારો, અને…

1 of 698

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *