કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી શ્રી બી.એમ.શાહ કોલેજ ઓફ ફાર્માસ્યુટીકલ એજ્યુ,એન્ડ રીસર્ચ, શ્રી બી.એમ.શાહ કોલેજ ઓફ ફાર્મસી,શ્રી એમ.કે.શાહ લાટીવાળા કોલેજ અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે “કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી (ફરિયાદનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ ૨૦૧૩ ” અંતર્ગત કાયદાકીય જાગૃતિ તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓના માર્ગદર્શન અગેનો સેમિનાર ભામાશા હોલ કોલેજ કેમ્પસમાં યોજાયો.
કાર્યક્રમમાં સાંનિધ્ય સમારંભના અધ્યક્ષ, માનદ્દ્મંત્રીશ્રી ડૉ.ધનશ્યામભાઈ જે.શાહ (શ્રીમતી કે..એ.મોદી એમ.એસ.ડબલ્યુ કોલેજ,મોડાસા), મુખ્ય મહેમાનશ્રી ધિરેનભાઈ એમ.પ્રજાપતી (શ્રીમતી કે..એ.મોદી એમ.એસ.ડબલ્યુ કોલેજ,મોડાસા) સમાંરભના ઉદ્દધાટક શ્રી દીપેનભાઈ પડ્યા (જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી મોડાસા-અરવલ્લી),
ડૉ નરેશભાઈ મેણાત જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી મોડાસા-અરવલ્લી, શ્રીમતી કોકીલાબેન એ.મોદી. એમ.એસ.ડબલ્યુ.કોલેજ મોડાસા પ્રિન્સીપાલ શ્રી રાકેશભાઈ.બી.પ્રજાપતિ તથા કોલેજનાં સ્ટાફગણ, તેમજ B.C.A,/P.G.D.C.A,/B.B.A/.M.ed. સાયન્સ કોલેજના પ્રિન્સીપાલશ્રી હાજર રહેલ તથા મહિલા અને બાળ અધિકારી કચેરીના ફિલ્ડ ઓફિસર,મહિલા શક્તિ કેન્દ્રના કો-ઓડિનેટર,અરવલ્લી જિલ્લા રોજગાર કચેરીના કાઉન્સેલર ધારાબેન પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓને કારકીર્દિલક્ષી અનુબંધમ પોર્ટલમાં રજીસ્ટ્રેશન અંગે તથા રોજગારલક્ષી માર્ગદશન આપવામાં આવ્યું હતું.તેમજ કોઈપણ મહિલા જો જાતિય સતામણીથી પીડિત છે તો તેને નિર્ભય પણે સલામતી સમિતિમાં જઈ પોતાની વ્યથા રજુ કરી શકે છે.જેથી પીડિત મહિલાને જાતિય સતામણી માંથી બચાવી શકાય.
જાતિય સતામણી ફરિયાદ નિવારણ અધિનિયમ-૨૦૧૩ ના કાયદા અનુસાર મહિલાઓ કામકાજ કોઈપણ જગ્યાએ નોકરી કે કામ કરતી મહિલાઓ ઉપર જાતિય સતામણી કરવામાં આવે છે.તેને તે અંગેના કાયદા,જાતિય સતામણી અટકાવવા માટે બનાવવામાં આવતી સલામતી સમિતિ ઉપર વિસ્તૃત માર્ગદશન આપવામાં આવ્યું હતું.
આ કાર્યકમમાં મોટી સંખ્યામાં વિર્ધાથીની તથા ભાઈઓ હાજર રહ્યા હતા. સદર સેમિનારમાં “કામકાજના સ્થળે મહિલાઓને જાતિય સતામણી (ફરિયાદનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ ૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ તેમજ કાયદા વિષયક માર્ગદર્શન સેમિનારમાં માર્ગદશન પૂરૂ પાડેલ તથા આ સાથે મહિલાઓને મળેલા અધિકારોની વિસ્તૃત સમજ આપવામાં આવી.તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના સ્ટાફગણ દ્વારા સરકારશ્રીના તમામ વિભાગોની મહિલાલક્ષી યોજનાઓની વિસ્તૃત સમજ તેમજ માહિતી આપવામાં આવી.