Breaking NewsLatest

જામનગરના અરુણકુમાર ચૌહાણ અને સંગીતાબેન મકવાણાએ માન્યો સરકારનો આભાર. કહ્યું કપરા સમયમાં સરકારનો સાથ મળ્યો.

જામનગર: સરકાર અમારી સાથે હતી કોરોનાના કપરા સમયમાં પણ અમને સરકારે બધો લાભ આપ્યો છે કહી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થી અરુણકુમાર ચૌહાણ ઉમેરે છે કે, યોજનાના લાભથી દર મહિને અને પૂરતું રાશન મળ્યું છે અને કોરોનાના કપરા સમયમાં પણ અમે ટકી શક્યા છીએ તો એ માત્ર પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીના યોજનાના લાભથી જે માટે હું તેમનો ખૂબ આભારી છું.

તો જામનગરના રામેશ્વર વિસ્તારમાં વસતા સંગીતાબેન મકવાણા કહે છે કે, અમને ભૂખ્યા સુવાનો ક્યારેય સમય આવ્યો નથી. ખરાબ સમયમાં સરકારે અમારી ચિંતા કરી છે. સમયસર દર મહિને પૂરતું અનાજ મળ્યું છે. દરેક લાભ સરકારે અમને આપ્યો છે ત્યારે અમારી ચિંતા કરવા માટે અમને આ ખરાબ સમયમાં સાથ દેવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હું ખૂબ આભારી છું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *