Breaking NewsLatest

જામનગરનો રણજિત સાગર ડેમ છલકાતા નવા નિરના મેયર દ્વારા વધામણાં કરવામાં આવ્યા હતા.

જામનગર: રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ખૂબ જ મન મૂકી વરસ્યા છે ત્યારે જામનગર જિલ્લાનો જીવાદોરી ગણાતો રણજિત સાગર ડેમમાં પણ ઉપરવાસમાંથી પાણી આવતા તેમાં પણ નવા નિરનું આગમન થતાં જ ડેમ તેની સપાટીએ છલકાતો જોવા મળ્યો હતો ડેમ માં આવેલ નવા નિરના જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા વધામણાં કરવામાં આવ્યા હતા. શહેરના પ્રથમ નાગરિક ગણાતા મેયર હસમુખભાઈ જેઠવા તેમજ ડેપ્યુટી મેયર દ્વારા રણજિત સાગર ડેમ ની મુલાકાત લઈ પુષ્પ તેમજ નારિયેળ વધેરી લોકો માટે જીવન આપનાર નવા નિરના વધામણાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જામનગર શહેરના વોર્ડ કોર્પોરેટરો, કમિટી સભ્યો, દંડક, ચેરમેન વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 2 દિવસો માં જામનગર શહેરમાં આશરે 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને સિઝનનો અંદાજે 50 ટકા વરસાદ નોંધાયો છે. નવા નીર આવતા અને ડેમ છલકાતા શહેરના લોકોને પીવાના પાણીની સમસ્યા હળવી બની છે. આ ઉપરાંત શહેરના સરસોઈ અને ઉણ ડેમ પણ ઓવરફ્લો થયાં છે જેથી આવનાર 1 થી દોઢ વર્ષ સુધી જામનગર શહેરની પ્રજાને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે. આ પહેલા જિલ્લા કલેક્ટર પણ રણજિત સાગર ડેમની મુલાકાત લઈ ચુક્યા છે અને તેમણે પણ આવનાર પાણી ની સ્થિતિને નિહાળી હતી.

સંજીવ રાજપૂત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *