Breaking NewsLatest

જામનગર જિલ્લામાં માત્ર ૩૯ દિવસમાં ૨ હજાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડી દેવદૂત સાબિત થતી 108 એમ્બ્યુલન્સ. હાલ 108 ની ૧૯ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત

જામનગર: મોતના મુખમાં ધકેલાઈ ગયેલા માણસને ફરી નવજીવન આપતી સંજીવની કદાચ માનવજાતિએ નથી જોઈ, પરંતુ આજના સમયમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત જીવનરક્ષક 108 એમ્બ્યુલન્સ સેવાએ સંજીવની કરતાં લગીરેય ઊણી ઉતરે એવી નથી. શહેર હોય કે ગામ, રાત હોય કે દિન, ટાઢ હોય કે તડકો, આ સેવા શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં અગણિત લોકોને નવજીવન આપી ચૂકી છે, અસંખ્ય લોકોના દુઃખી ચહેરા પર જીવન આશાનું કિરણ રેલાવી ચૂકી છે, અને હજુય અહર્નિશ પણે એ જ માનવ સેવા દાયિત્વ નિભાવી રહી છે.

૧૦૮નાં સ્ટાફે કર્તવ્ય નિષ્ઠા એટલી ઉત્તમ રીતે નિભાવી છે કે આજે પણ ગુજરાતનાં કોઈ પણ ખૂણે આરોગ્યની મુસીબતની પળોમાંથી પસાર થઇ રહેલા લોકોને સંકટની ઘડીએ જ્યારે ઘરના આંગણે તાબડતોબ 108 આવીને ઊભી રહે છે ત્યારે રાહતનો અહેસાસ થાય છે અને દિલમાંથી શબ્દો નીકળે છે કે “હાશ! 108 આવી ગઇ, હવે વાંધો નહીં આવે…”

જામનગર જિલ્લામાં પણ કોરોના કાળમાં 108 એમ્બ્યુલન્સ સેવાની ઉડીને આંખે વળગે એવી કામગીરી જોવા મળી છે. જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણનો વ્યાપ વધ્યો ત્યારે અનેક દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડીને તેમના જીવ બચાવવાની ફરજ 108 એમ્બ્યુલન્સ દ્વારા સુપેરે નિભાવવામાં આવી છે. દર્દીઓ તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચે અને તેમને તત્કાળ સારવાર ઉપલબ્ધ થાય તે માટે કોવિડ કાળમાં જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકરના સુચારૂ આયોજન અને સીધી દેખરેખ હેઠળ 108 દ્વારા અહર્નિશ ફરજ બજાવવામાં આવી રહી છે.

જામનગર 108 GVK EMRI ના પ્રોગ્રામ મેનેજર શ્રી બિપીન ભેટારીયા આ અંગે જણાવે છે કે જ્યારે જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં ઓચિંતો વધારો જોવા મળ્યો ત્યારે તેને અટકાવવા મેડિકલ સ્ટાફની જેમ જ 108ની પણ ચાવીરૂપ ભૂમિકા રહી છે. રાત દિવસ દર્દીઓના ફોન આવતા 108 એ ખાસ ઝુંબેશના ભાગરૂપે દર્દીઓ તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચે તે માટે આયોજન કરી પોતાની કામગીરી બજાવવાનું શરૂ કર્યું. અને તા. ૧લી એપ્રિલથી લઈ તા.૦૯મી મે સુધીના માત્ર ૩૯ દિવસના ટૂંકાગાળામાં જ ૨,૦૦૦ જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે અને આ કામગીરી હજુ ઉચ્ચ સ્તરે લઈ જવા સમગ્ર સ્ટાફ કટિબદ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં અત્યાર સુધી ૧૬ 108 એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં કાર્યરત હતી. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સમગ્ર રાજ્યમાં નવી ૧૫૦ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતા તેમાંથી જામનગર જિલ્લાને પણ નવી ત્રણ 108 એમ્બ્યુલન્સ મળી હતી. આમ હાલ જામનગર જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ તેમજ તેના મેડિકલ, પાયલોટ સહિત ૭૬ કર્મીઓનો સ્ટાફ કોવિડ મહામારીમાં દર્દીઓની સેવામાં સતત ખડેપગે છે અને દર્દીઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થાય તે માટે દેવદૂત બની પોતાની અહર્નિશ સેવા બજાવી રહ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની થઈ નક્કર કાર્યવાહી

જામનગર, એબીએનએસ: દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા…

ઘોઘંબામાં ગુંદી તાલુકાની માંગ સામે સ્થાનિકોના સખ્ત વિરોધ સાથે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજારો બંધ રખાયા

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): તાજેતરમાં કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા…

સુરત ખાતે વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા ૫૦,૦૦૦ ‘નેક સેફ્ટી બેલ્ટ’નું વિનામૂલ્યે વિતરણ કરાયું

સુરતઃએબીએનએસ: ૨૫ વર્ષ પહેલા રોડ અકસ્માતમાં ખાસ મિત્રનું અવસાન થતા ડિસ્ટ્રીક્ટ…

હારીજ શહેરમા જલિયાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમયાત્રા રથનું લોકાર્પણ કરાયું

એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે…

1 of 683

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *