જામનગર: જામનગર વોર્ડ નં 11 મા વોર્ડ કોર્પોરેટર તેમજ ડેપ્યુટી મેયર તપન પરમારના નિવાસસ્થાને મુખ્ય શાક માર્કેટ પાસે ઈ-શ્રમ કાર્ડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં 78 વિધાનસભાના ધારાસભ્ય તેમજ પૂર્વ ગુજરાત રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ડેપ્યુટી મેયર તપન ભાઈ પરમાર, કોર્પોરેટરશ્રીઓ ધર્મરાજ સિંહ જાડેજા , હીનલ ભાઈ વિરસોડીયા,પૂર્વ કોર્પોરેટર જશરાજ ભાઈ પરમાર, જય નડિયાપરા યુવા મોરચા કોષાધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



















