Breaking NewsLatest

જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો

જામનગર: જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આજરોજ રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે મંત્રીશ્રીએ સન્માન બદલ એસોસિએશનના સર્વેનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો સમાન વિકાસ થયો છે. જામનગરમાં પણ બ્રાસ ઉદ્યોગ પોતાની આગવી ઓળખ ધરાવે છે ત્યારે તેનો પણ વધુ વિકાસ થશે. રાજ્ય સરકાર સર્વ ક્ષેત્રના સમાન અને સર્વાંગી વિકાસ સાથે આગળ વધવા સુસજ્જ છે.

આ પ્રસંગે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલા, ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન શ્રી બિપેન્દ્રસિંહ જાડેજા, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ દોઢીયા, માનદ મંત્રી શ્રી અશોકભાઈ દોમડીયા, સહમંત્રી શ્રી હર્ષદભાઈ પણસારા, ખજાનચીશ્રી ભાઈલાલભાઈ ગોધાણી, સંપાદક શ્રી મનસુખભાઈ સાવલા તથા વિવિધ સમિતીના ચેરમેનશ્રીઓ, કારોબારી સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 686

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *