Breaking NewsLatest

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડ્રેનેજ વિભાગના અધિકારી-કર્મીઓની પ્રસંશનીય કામગીરીને જોતા કરાયું સન્માન

જામનગર: જામનગર શહેરમાં ઉભરાતા પાણી કે વરસાદી પાણી હોય કે ગંદા પાણીના નિકાલ માટે સતત તત્પર રહેતા અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ શાખાના અધિકારીઓ અને કર્મીઓ બેખૂબી રીતે પોતાનું કાર્ય નિભાવતા આવ્યા છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ શાખા 24 કલાક ખડેપગે જોવા મળે છે. જેએમસીના આ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દિનેશભાઇ સાગઠિયા, (કોન્ટ્રાક્ટર), વર્ક આસિસ્ટન્ટ દીશાંગ પરમાર, ડેપ્યુટી એન્જીનીયર અમિત કણસાગરા અને જયેશ કાનાની તેમજ જુનિયર એન્જીનીયર હર્ષલ રાવેશિયા અને તમામ ટીમના કર્મીઓ ખડેપગે પાણી ભરાઈ જવાના કે ઉભરાઈ જવાના પ્રશ્નોના નિકાલ માટે વિવિધ મશીનારીઓ સાથે તે કાર્યને પૂરું કરી પાર પડતા આવ્યા છે. વરસાદી વાતાવરણમાં પણ તેમજ કોરોનાની મહમારીમાં પણ તેઓની સેવા આપવા બદલ આકાંશા ફાઉન્ડેશનના શ્રીમતી નીલમબેન શ્રીવાસ્તવ તેમજ પત્રકાર આશાબેન ભીલ દ્વારા આ શાખાને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની કામગીરીને બિરદાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *