જામનગર: ગુજરાત સરકારશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી,જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી,જામનગર સંચાલિત જામનગર શહેર/જીલ્લા(ગ્રામ્ય)કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન તા.૧૬/૦૨/૨૦૨૨ના નેશનલ હાઇસ્કુલ,જામનગર ખાતે કરવામાં આવેલ હતું. જેમાં અ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષ સુધી, બ વિભાગમાં ૧૧ થી ૧૩ વર્ષ સુધી અને ખુલ્લા વિભાગમાં ૭ થી ૧૩ વર્ષ સુધી એમ વિભાગ અનુસાર જુદી-જુદી ૧૮ સ્પર્ધામાં જામનગર શહેરમાંથી ૨૦૫ તેમજ જામનગર ગ્રામ્યમાંથી ૨૨૫ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો.આ સ્પર્ધા તકે જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળા,નેશનલ હાઇસ્કુલના આચાર્યશ્રી ગોહિલ, નિર્ણાયકશ્રી તેમજ શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગર યાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું.



















