Breaking NewsLatest

જામનસગરમાં કોરોનામાં જે દેવગતિ પામ્યા હોય એમની આત્માને સદગતિ પ્રાપ્ત થાય એ હેતુએ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું કરાશે આયોજન.

. જામનગર: સહર્ષ સાથે જણાવવાનું કે સ્વ શ્રી લતાબા અને અનિરુદ્ધસિંહ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ” શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ” નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 51 પોથીનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અને કોરોના જેવી મહામારીમાં જે કોઈ ના સભ્ય કે સ્વજન દેવગતિ પામ્યા હોય એમની આત્માને સદ ગતિ પ્રાપ્ત થાય એ માટે અને કોરોનામા મૃત્યુ પામ્યા હોય એવા કેટલાય પરિવાર છે જેને મદદની જરૂર છે તેમના માટે આ બીડું ઉપાડ્વામાં આવ્યુ છે કારણ કે એવા ઘણા પરિવાર છે જેમને રાશન પાણી પણ મળતા નથી અને એવા ઘણા બાળકો છે કે જેમને ભણતરને ફી પણ કોઈ ભરી શકે એવું નથી તો આ કાર્ય દ્વારા આપણે જે કંઈ અનુદાન પ્રાપ્ત થશે એનો આ કાર્યમાં ઉપયોગ કરવામાં આવશે જેથી વધારે માં વધારે લોકો આ કાર્ય સાથે જોડાઈ અને આ કાર્યને સફળ બનાવે તે માટે પોતાની ઈચ્છા પ્રમાણે મદદરૂપ થઈ શકે છે. આમાં દરેક સમાજ જોડાઈ શકે છે અને પુણ્ય કમાઈ શકે છે તેવી અપીલ કરવામાં આવી છે. તા 3 ડિસેમ્બરથી કથાનો પ્રારંભ થશે અને 10 તારીખે પુર્ણાહુતી થશે તેવું નયનાબા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *