કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. જિલ્લા સેવા સદન મોડાસા ખાતે આવેલ સરકારી કચેરીઓમાં રોજ-રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય છે. તાજેતરમાં કેટલાંક બનાવો પરથી અત્રેના ધ્યાને આવેલ છે કે વિવિધ મુદ્દાઓ પરત્વે રજૂઆત કરવા તાલુકા ગ્રામ્ય કક્ષાએથી આવતા અરજદારો દ્વારા સક્ષમ અધિકારીશ્રીની કોઈ લેખિત પરવાનગી સિવાય સદન ખાતે મોટી સંખ્યામાં ટોળા કરી દેખાવો કરવામાં આવે છે આનાથી કાયદો અને વ્યવસ્થા પર વિપરીત અસર પડે છે આથી આવી પ્રવૃતિઓ પર અંકુશ રાખવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અરવલ્લી એન.ડી.પરમાર. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ અન્વયે મળેલ સત્તાની રૂએ અરવલ્લી જિલ્લાના સેવા સદન સંકુલમાં સરકારી ઇસમોના સક્ષમ અધિકારીશ્રીની કોઈ લેખિત પરવાનગી સિવાય સેવાસદન ખાતે રેલી,ધરણા,ઉપવાસ,આંદોલન,આવેદનપત્રો,આત્મવિલોપન,જેવી રજૂઆતો કરવા માટે ૪ થી વધુ વ્યક્તિઓના ભેગા થવા કે ટોળા કરવા પ્રતિબંધ મુકવામાં ફરમાવેલ છે..
આ હુકમ તા.૧૫ એપ્રિલ ૨૦૨૨ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૩૫ (૩) તેમજ ભારતના ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ના ને કલમ -૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.