Breaking NewsLatest

જિલ્લામા ૬૧ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૩ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન

જિલ્લામાં નોંધાયેલા ૭૭૧ કેસો પૈકી ૪૬૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ
ભાવનગર, તા.૧૫ : ભાવનગર જિલ્લામા આજરોજ ૬૧ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૭૭૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૪ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૩૩ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના માલણકા ગામ ખાતે ૨, ઘોઘાના ખરકડી ગામ ખાતે ૧, તળાજાના બેલા ગામ ખાતે ૨, તળાજાના ઉંચડી ગામ ખાતે ૧, તળાજાના નવા દેવલી ગામ ખાતે ૧, મહુવાના ભાદ્રોડ ગામ ખાતે ૧, મહુવાના હરીપરા ગામ ખાતે ૧, પાલીતાણાના મોટી રાજસ્થળી ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, ગારીયાધારના સાતપડા ગામ ખાતે ૧, ગારીયાધારના ફાચરીયા ગામ ખાતે ૧, ગારીયાધારના વેળાવદર ગામ ખાતે ૨, ગારીયાધાર ખાતે ૧, વલ્લભીપુરના તોતણીયા ગામ ખાતે ૧, ઉમરાળાના ઉગણવાવ ગામ ખાતે ૨, ઉમરાળાના દડવા ખાતે ૧, ઉમરાળાના ચોગઠ ગામ ખાતે ૧, ઉમરાળાના રેવા ગામ ખાતે ૧, સિહોરના રામધરી ગામ ખાતે ૨, સિહોરના નાના સુરકા ખાતે ૧, સિહોરના મોટા સુરકા ખાતે ૧ તથા સિહોરના વડીયા ગામ ખાતે ૧ વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૨ અને તાલુકાઓના ૧૧ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૭૭૧ કેસ પૈકી હાલ ૪૬૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૨૮૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *