કપિલ પટેલ દ્વારા અરવલ્લી
જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી દિપેન શાહની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ કાર્યક્રામ અંગે આયોજનની બેઠક યોજાઇ
સાબરકાંઠા જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિમાં ૧૨ સભ્યોની નિમણૂક કરવામાં આવી : જિલ્લામાં ૨ જૂન થી ૮ જૂન દરમિયાન મેળો યોજાશે
માન. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં તા. ૧ મે થી ૨૧ જૂન ૨૦૨૨ સુધી ગ્રામવિકાસ વિભાગ સાથે પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ કુટિર ઉધ્યોગ અને ગ્રામોધ્યોગ વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ અને માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામલક્ષી યોજનાઓના પ્રચાર પ્રસાર અર્થે ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન તેમજ ૭ દિવસિય જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના મેળાઓનું આયોજન કરવાનું થાય છે.જે અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગઇ કાલે સાંજે તા.૨૩ મે ૨૦૨૨ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.જેમાં વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજન અને અમલીકરણ અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.રાજ્યભરમાં દરેક જિલ્લાઓમાં ૨૪૮ તાલુકામાં ૭ દિવસિય મેળાઓનું આયોજન કરવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લા કક્ષાનો મેળો અંકિતા ડેરી સામેના ગ્રાઉન્ડમાં હિંમતનગર ખાતે યોજવામાં આવશે. જેમાં ડોમની વ્યવસ્થા તેમજ વિવિધ ઉત્પાદિત ચીજવસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવશે.અને તાલુકા કક્ષાના બે કાર્યક્રમો પણ યોજવામાં આવશે.સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ લોકો ખરીદી કરે અને વધુમાં વધુ લોકો આ મેળાની મુલાકાતે આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરેક અધિકારી કર્મચારીઓ લોકો પણ સ્ટોલ પરથી જરૂરી ચીજવસ્તુઓ ખરીદી કરીને ઉત્પાદનથી આવકમાં વધારો કરે તેવી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અમલ કરવામાં આવી હતી.
આ મેળાના જિલ્લાકક્ષાની અમલીકરણ સમિતિમાં વિવિધ વિભાગોના ૧૨ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.જે અંગે સબંધિત વિભાગને જરૂરી ભંડોળ પણ ફાળવવામાં આવ્યું છે.તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે.મેળામાં આવતા લોકોને પ્રાથમિક સુવિધા,પીવાના પાણી ,લાઇટ,સાઉન્ડ,હંગામી વિજ કનેક્શન,ફાયર NOC, પોલીસ પરવાનગી અને બહારથી આવતા સ્ટોલ ધારકોને રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ કરવા જેવી બાબતોની બેઠકમાં ચર્ચા થઇ હતી.જુદા જુદા વિભાગો માટેનું ફંડ મેનેજીંગ ડીરેક્ટરશ્રી જી.એલ.મી.સી હસ્તક મુકવાનું રહેશે.ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લી.
( જી.એલ.પી.સી.) દ્વારા જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટેનું ફંડ કલેક્ટરશ્રીના હવાલે મુકવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક્શ્રી પાટીદાર તેમજ પોલીસ વિભાગ,નાયબ વન સંરક્ષકશ્રી,કાર્યપાલક ઇજનેરશ્રી,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પંચાયત,નાયબ માહિતી નિયામક્શ્રી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ,જિલ્લા રમત-ગમત અધિકારી,જનરલ મેનેજરશ્રી,જિલ્લા ઉધ્યોગ કેન્દ્ર,નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી,પ્રોગ્રામ ઓફિસર,આઇ.સી.ડી.એસ તેમજ સબંધિત અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.