કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત ગુજકોસ્ટ પ્રેરિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી દ્વારા મોડલ સ્કૂલ, મેઘરેજ ખાતે અંધશ્રદ્ધા દુર કરવા માટે ચમત્કારમાં વિજ્ઞાન વિષય પર નાટ્ય સ્વરૂપે અંધશ્રદ્ધા દુર કરવા માં આવી, આ પછાત વિસ્તારમાં ખુબ અંધશ્રદ્ધા વ્યાપી છે આ લોકો ને ભુવા દ્વારા લૂંટવામા આવતા હોય છે માટે જાગૃતતા કેળવાય અને કંકુ પગલાં, માતાજી ધુણવા પાણી પર આગ લાગવી વગેરે પ્રયોગ સ્વરૂપે બતાવવામાં આવ્યું. આમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી ના કો -ઓડિનેટર પટેલ ચંદનબેન અને સહયોગ કૃષ્ટ યજ્ઞ રાજેન્દ્રનગર થી એન. જે. સોનાસણીયા સાહેબ દ્વારા અંધશ્રદ્ધા દુર કરવાનાં પ્રયત્ન કરવામાં આવ્યો.