કપિલ પટેલ દ્વારા અરવલ્લી
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અરવલ્લી દ્વારા એસ.વી.એસ.તાલુકા કક્ષાનું ગણિત -વિજ્ઞાન પ્રદર્શન પ્રવર્તમાન કોવીડ -19 ની ગાઈડ લાઈન મુજબ ટેક્નોલોજી અને રમકડાં આધારિત મોડલ તૈયાર કરી ઓન લાઈન રજૂ થાય તે પ્રમાણે તા.15/02/2022 ના રોજ આયોજીત થયું.જેમાં મોડાસા નગરની પ્રતિષ્ઠિત શ્રી સી.જી.બુટાલા સેકન્ડરી અને શ્રી બી.વી.બુટાલા હાયર સેકન્ડરી સર્વોદય હાઈસ્કૂલ ના બાળ વૈજ્ઞાનિકો એ વિજ્ઞાન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ નવા સંશોધન ની ઉત્સુકતા ની પ્રેરણા દર્શાવતા ઓનલાઇન સચોટ રજુઆત દ્વારા વિવિધ શાળાઓ દ્વારા વિભાગવાર રજૂ થયેલ કૃતિઓ પૈકી વિભાગ -1 ઇકો ફ્રેન્ડલી સામગ્રી
વિભાગ -3 સોવેર અને એપ્સ
વિભાગ -5 (B) ગાણીતિક નમૂનાઓ એમ કુલ -3 કૃતિઓ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જીલ્લા કક્ષા માટે પસંદગી પામી શાળાને ગૌરવવંત બનાવેલ છે.શાળાના વિદ્યાર્થીઓ ગણિત -વિજ્ઞાન વિષય પરત્વે અભિગમ બદલી રસ,રુચિ કેળવી નવીન સંશોધન કરવા પ્રેરાય તે માટે શાળાના પ્રિન્સિપાલ ડૉ આર.સી.મહેતા વિષય શિક્ષકોને અને વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી પ્રોત્સાહિત કરે છે.શાળાને સિદ્ધિ અપાવવા બદલ મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી બિપીનભાઈ આર.શાહ , પ્રભારી માનદમંત્રી શ્રી કિરીટભાઈ કે.શાહ , પ્રભારી માનદમંત્રી શ્રી પિયુષભાઇ પટેલ અને પ્રિન્સિપાલ ડૉ આર.સી.મહેતા એ માર્ગદર્શક શિક્ષકો શ્રી એ.એ.દરજી, શ્રીમતી દિપીકાબેન બી.પટેલ, શ્રીમતી દિપ્તીબેન એન.પટેલ, શ્રી જયેશભાઈ બોદર અને વક્તવ્ય સભર સચોટ રજુઆત કરનાર બાળ વૈજ્ઞાનિકો ને અભિનંદન આપી જીલ્લા કક્ષાએ પણ સફળતાની પરંપરા જાળવી રાખે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.