Breaking NewsLatest

ટૂંક સમયમાં ટેટ વિદ્યાસહાયકની જાહેરાત ન આવે તો ટેટ પાસ ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે

ગુજરાતમાં ટેટ પાસ કરેલા ઉમેદવારો 3 વર્ષથી બેરોજગારીનો સામનો કરે છે.સરકાર દ્વારા 2 વખત વિદ્યાસહાયકની જાહેરાત છતાં ભરતી કરવામાં આવી નથી.આ ઉમેદવારો દ્વારા અનેક વખત શિક્ષણમંત્રી તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓને રજુઆત કરી છે.તેમ છતાં જાહેરાત આપવામાં નથી આવતી.
વિભાગ દ્વારા સતત વાયદાઓ જ આપવામાં આવ્યા છે અને હવે ફરીવાર વેલીડિટીના નિવારણ આવે પછી ભરતી કરીશું એવું કહેવામાં આવ્યું છે પણ વેલીડિટીનો નિણર્ય કરવામાં આવતો નથી જેથી આ ટેટ પાસ બેરોજગારોમા ધીરજ ખૂટી ગઈ છે ત્યારે આ ઉમેદવારો હવે નક્કી કર્યું કે આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં ન આવે તો ઉમેદવારોએ મેળવેલા શિક્ષણનો ઉપયોગ જાગૃતિ લાવવા માટે કરશે અને આ માટે આ ઉમેદવારો સ્વૈચ્છિક આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
ટેટ-૨ પ્રતિનિધિ હરદેવ વાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

1 of 714

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *