આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ અંતર્ગત રાજ્ય કક્ષાની કાવ્યગાન સ્પર્ધા જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર ખાતે તારીખ 22-23 ફેબ્રુઆરી 2022ના રોજ યોજાઈ હતી જેમા બનાસકાંઠા જિલ્લા વતી સ્કૂલ ઓફ એક્સિલન્સમાં પસંદ થયેલ એવી રાણપુર ઉ.વાસ પગાર કેન્દ્ર શાળા, તાલુકો- ડીસા. શાળાના આચાર્યશ્રી હસમુખભાઈ ચૌધરી અને શિક્ષકશ્રીઓની અથાગ મહેનત થકી શાળાના વિદ્યાર્થી બારોટ વિશાલ સેંધાભાઇએ કાવ્યગાન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર જિલ્લાનુ ગૌરવ વધારી નામ રોશન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહી બાળકોની શક્તિઓને બિરદાવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી