કપિલ પટેલ દ્વારા અરવલ્લી
શ્રી ડુઘરવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ કે કડકીયા વિધાલય તથા શ્રી આર એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉ.મા.વિધાલય ડુઘરવાડા ગામમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓ ના શુભેચ્છા સમારંભ મા. શ્રી લાલસિંહ ચૌહાણ પ્રમુખ શ્રી અરવલ્લી જિલ્લા પંચાયત ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં અતિથી વિશેષ તરીકે કઉ સીટના જિલ્લા સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અનિરુદ્ધ સિંહ ચૌહાણ સાથે હેલોદર સીટના જિલ્લા સદસ્ય શ્રી નિર્ભયસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા…. સમારંભ ની શરુઆત માં આચાર્ય શ્રી ચેતનભાઈ પટેલ શાબ્દિક સ્વાગત કરી સંસ્થા નો પરિચય અને શાળા વિકાસ નો ચિતાર રજૂ કર્યો હતો.. શાળા ની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત અને ગરબો રજૂ કરવામાં આવ્યો હતો… ધોરણ ૧૦ અને ૧૨ ના વિદાય લઇ રહેલા વિધાર્થીઓ તથા ધોરણ ૯ અને ૧૧ ના વિદાય આપનાર વિધાર્થીઓ એ પ્રસંગોપાત વક્તવ્ય આપ્યું હતું… કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ તથા મંત્રી શ્રી અમૃતભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને દાતાશ્રી ઓ દ્વારા થતો સંસ્થા નો વિકાસ અને ભવિષ્યની યોજના વિશે અધ્યક્ષ શ્રી ને જાણકારી આપી હતી… સમારંભ ના અધ્યક્ષ શ્રી એ શાળા ના બાળકો ભણી ગણીને સારુ પરિણામ લાવી ખુબ પ્રગતિ કરે એવી શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.. ધોરણ દશ ના વર્ગ શિક્ષક શ્રી જીતુભાઈ ભાટીયા એ વિશ્વના પ્રસિદ્ધ ઉધોગપતિ શ્રી વોરેન બફેટ નું ઉદાહરણ આપી બાળકોને ખૂબ મહેનત સાથે પરીશ્રમ કરવાનું સમજાવ્યું હતું… ધોરણ ૧૨ વર્ગ શિક્ષક શ્રી કિરીટભાઇ પટેલે વિદાય રહેલા બાળકો ખૂબ મહેનત કરી ધૈર્ય રાખીને પ્રગતિ કરે એવા આશીર્વાદ આપ્યા હતા… શાળા ના શિક્ષક શ્રી ચિરાગભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો… સમગ્ર સમારંભ નું સંચાલન શાળાના શિક્ષક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું… વિદાય લઇ રહેલા બાળકો દ્વારા નાની એવી પણ પોતાની કારકિર્દી ની યાદગીરી રૂપે માતૃસંસ્થા માટે આત્મીયતા સાથે અમુલ્ય ભેટ આપી હતી… અંતમાં શાળા ના બાળકો તથા ઉપસ્થિત મહેમાનો ને અલ્પાહાર આપવાનું સૌભાગ્ય શ્રી ડુઘરવાડા દુધ ઉત્પાદક સહકારી મંડળી ને મળ્યું હતું… ચેરમેન શ્રી તથા કારોબારી સભ્યો તથા દુઘ ઉત્પાદકો નો કેળવણી મંડળ તથા શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..