Breaking NewsLatest

દઘાલીયા ગામે પીવાના પાણી માટે વલખાં,વહીવટીતંત્ર ને શરમાવે એવી સ્થિતિનું નિર્માણ.

અરવલ્લી જીલ્લામાં નળ કનેક્શન હેઠળ સવા લાખ જેટલા ઘરોમાં નળ કનેક્શન સાથે જોડ્યા હોય અને આ યોજના હેઠળ 43 હજાર કામો પ્રગતિમાં હોવાના તંત્ર ના દાવા વચ્ચે મોડાસા તાલુકાના દઘાલીયાના દરેકના ઘરે નળ હયાત હોવા છતાં પાણીની એક એક બુંદ માટે ગ્રામજનો તરસી રહ્યા,ગ્રામ પંચાયતના અણધર વહિવટના કારણે 15 દિવસે પણ પાણી ન મળતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે.અધિકારીઓએ પાણી ની સમશ્યા ને લઈ ગામમાં વિઝીટ પણ કરી ચુક્યા છે પરંતુ ગંભીરતા ન દાખવતા આજે ગ્રામજનો હિજરત કરવા મજબુર બને તો નવાઈ નહિ,તંત્ર દ્વારા નલ સે જલ તકની સુવિધા કરાઈ હોવા છતાં લાભ ન મળતા લોકો રોષ ઠાલવી રહ્યા છે.ગામમાં ત્રણ જેટલા હેન્ડપમ્પ કાર્યરત છે.પાણી લાવવું તો ક્યાંથી લાવવું સવાલ લોકોને સતાવી રહ્યો છે.ત્યારે સંબધિત અધિકારીઓ ગામમાં સર્જાયેલી પાણીની સમશ્યાનો તત્કાલ ઉકેલ લાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *