Breaking NewsLatest

દાંતા તાલુકા હેલ્થ ઓફિસરના બિન કુશળ વહિવટ ના કારણે દિવા તળે અંધારું.

ફરજ પ્રત્યે બેદરકારીના નમુના રૂપ ,

અંબાજી પ્રહલાદ પૂજારી

1. વાત કરીએ તો દાંતા રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રનો ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર જોડે છે એટલે કે તાલુકા હેલ્થ ઓફિસર અને અધિક્ષકશ્રી રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દાંતા ના અધિક્ષક .
હવે બે-બે હોદ્દાઓ અને તે પણ તમામ પ્રકારની સત્તા વાળા પરંતુ રાત્રે જો કોઈ દર્દી અને દર્દીના સબંધીને હોસ્પીટલમાં જવું હોય તો સ્ટેટ લાઈટો કેટલાય સમયથી બંધ હોય અને હોસ્પીટલમાં જવાનો રસ્તો પણ તદ્દન ખરાબ હોય એકતો અંધારું તેમાય ખાડા આમ ખાડામાં પડી જવાનુ  જે બાબતે વિચારો કે દર્દી સાજુ થવા જાય છે કે અંધારાથી ખાડામાં પડી વધારે બીમાર થવા તે સમજાતું નથી. આ બાબતે સ્ટાફ અને ગામ લોકોએ રજૂઆત કરવા છતાય વહીવટમાં દિવા તળે અંધારું છે તે ચોક્કસ કહી શકાય શું ખર્ચ પોતાનો કરવાનો હશે આમને ?
2. વધુમાં સીવલમાં ગુસતાજ એક ગટર પાણી વહેણ આવે છે આ કચરાના કારણે  સાફ સફાઈ ના થવાથી થળાઈ જાય છે આના કારણે ચોમાસામાં વરસાદી પાણી સિવિલમાં વળે છે જેથી સિવિલમાં ક્યા થઇ જવું તે પ્રશ્ન લોક મુખે છે આ તાલુકા હેલ્થ ઓફિસરને કેમ દેખાતો નથી અન્ય કયા ધંધામાં બીજી રહે છે તે લોકો સવાલ પૂછે છે.
3. આનાથીય મોટી હકીકત સરકાર, ઇન્કમ ટેક્ષ અને વહીવટી તંત્રના ધ્યાને લાવીએ તો, દાંતા તાલુકામાં ડીગ્રી વગરના અને ખોટી ડીગ્રીઓ ધરાવતા ડોકટરો ૮૦-૯૦ આસપાસ છે તેવું લોક મુખે અને અન્ય સાચી ડીગ્રીઓ વાળા ડોક્ટરના મુખે ચર્ચાય છે અને ગણીવાર જુદા જુદા મીડીયાએ પણ ઉજાગર કરેલ છે સરકારી હેલ્થ સ્ટાફને ફિલ્ડ વર્ક પણ કરવાનું હોય છે તો આ નકલી ડોકટરો તેમને દેખાણા નથી ? અને પોલીસ ને દેખને માટે તેઓએ કેશ કર્યો આનો મતલબ ગીફટો કે શું ? આ પબ્લિક પ્રશ્ન પૂછે છે આદિવાસી એરિયામાં ભૂતિયા ડોકટરો ઉપર આટલા મહેરબાન કેમ ? તમો ક્યા રહો છો ?
4. પાક્કી જાણકારી મુજબ આઈ.સી.યુ. કોવીડ હોસ્પિટલ બહાને દાંતાના એક કહેવાતા ડોકટરે કહેવાતી ડીગ્રી ન હોવા છતાય ભાડેથી કોઈના નામનુ હાજરી વગરનું ફક્ત ઓન પેપરે સિમ્બોલ  મારી દર્દી – ગ્રાહક ને તથા સરકારને અંધારામાં દર્દીઓ પાસેથી મોટી મોટી ફી ની રકમ સેવા સગવડ વગર ઉઘરાવેલ તેમાં તાલુકા હેલ્થ ઓફિસર ને આ ના દેખાણું ? તેમાય જાગતા ઉન્ગમાં ? સરકારી રેક્રડે કોવિદ હોસ્પિટલ કોઈ તપાસ કે દેખરેખ નિયંત્રણ નહિ ? જેને જેમ કરવું હોય તેમ આમના રાજમાં કરે છૂટી અને ……..આટલા મહેરબાન પાછળ કારણો કયા તે પબ્લિક સવાલ પૂછે છે.


દાંતા તાલુકો 99 % આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે અહીની પ્રજામાં અક્ષરજ્ઞાન અભાવ છે અને સરકારી હેલ્થ ઓફિસરોની ગેર હાજરી અને હાજરીમાં ટાઈમ મુજબ ગુલ્લી બાજો ના જાય  તો પણ ચાલે અને આવા ડોકટરોની ગીફ્ટ તો ખરી ના બહાને પ્રાઈવેટ કહેવાતા ડીગ્રી વગરના ડોક્ટરોની બોલબાલા પાછળ નાગરિકોનું શોષણ કરાવનાર બિન કુશળ વહીવટદાર શ્રી નરેશ ચૌહાણ તાલુકા હેલ્થ ઓફિસર દાંતા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરોની ગતિ –વિધિ અને ઇન્કમની તપાસ થશે ખરી ? કે પછી તપાસમાં એક માળાના મણકા અને ગીફ્ટ કામ કરશે તેવુ તેવું લોકો પૂછી રહ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો

એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા ખાતે…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

1 of 682

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *