Breaking NewsLatest

દાંતા પોલીસ આવી ફરી વિવાદમાં, સાદા ડ્રેસમા આપવામાં આવે છે મેમાની પાવતી

રાકેશ શર્મા અંબાજી: ઉતર ગુજરાત મા  બનાસકાંઠા જીલ્લા ના દાંતા તાલુકાની ગણના સૌથી પછાત તાલુકા તરીકે થાય છે. આ વિસ્તારમા ગરીબ અને આદિવાસી સમાજ ના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોય છે. ત્યારે વહીવટીતંત્ર અને પોલીસતંત્ર પણ ગરીબોની સેવા કરતા હોય છે, તો બીજી તરફ દાંતાથી અંબાજી માર્ગ પર પોલીસની ગાડી અહીં થી પસાર થતા લોકોને કાયદા નું પાલન કરાવા માટે ઉભેલી જોવા મળે છે. પરંતુ ડીજીપી અને રેન્જ આઈ જી ના આદેશની સતત અવગણના થઇ રહી છે અને આવો જ એક કડવો અનુભવ અંબાજી ના એક ભાઈ સાથે થયો હતો જેમને મોઢે રૂમાલ બાંધ્યો હોવા છતા પોલીસ દ્વારા 1000 રૂપિયા દંડ ની પાવતી આપી હતી અને નવાઈ ની વાત એ હતી કે પાવતી આપનાર પોલીસ સાદા ડ્રેસ મા હતા.

   અંબાજી ખાતે રહેતા સુનીલ ભાઈ ઠાકોર 12 સપ્ટેમ્બર ના રોજ જયારે દાંતા ગામ મા બપોરે લોકસેવા હોસ્પીટલ મા દાંત નું બતાવીને અંબાજી પરત પોતાની ઇકો ગાડી મા આવી રહ્યા હતા ત્યારે દાંતા રાવણ ટેકરી પાસે જાહેર માર્ગ પર રસ્તામા પોલીસ ની ગાડી ઉભેલી હતી ,સુનીલ ભાઈ ઠાકોર એ જણાવ્યું હતું કે મે મોઢે માસ્ક ની જગ્યા એ રૂમાલ બાંધ્યો હોવા છતા આ ખાનગી કપડાં મા રહેલા ભાઈ એ મને 1000 રૂપિયા ના દંડ ની પાવતી આપી હતી, વધુ મા આ ભાઈએ કહ્યું હતું કે પાવતી ના લેવી હોય તો 500 રૂપિયા આપવા પડે આમ  પોલીસ ને ડ્રેસ મા રહેવાનો આદેશ હોવા છતા કેમ પોલીસ ડ્રેસ પહેરતી નથી ,અહીં હાજર અન્ય પોલીસ કર્મી મોઢે રૂમાલ પહેરેલા હતા. ડીજીપી ,રેન્જ આઇજી અને પોલીસ વડા પગલાં ભરે તેવી લોક માંગ અંબાજી ની મુલાકાતે ડીજીપી આશિષ ભાટીયા 11 સપ્ટેમ્બર ના રોજ આવ્યા હતા અને 12 સપ્ટેમ્બર ના રોજ દાંતા થી અંબાજી ના માર્ગ પર અંબાજી ના ભાઈ ને પોલીસ નો કડવો અનુભવ થયો હતો, આ લાલ કપડાં મા જોવા મળતો માણસ કોણ છે ? અસલી પોલીસ છે કે કોઈ ફોલ્ડર છે ? તેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે. રેન્જ આઇજી,ડીએસપી  આ બાબતે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી લોકની માંગ ઉઠવા પામી છે. અન્ય પોલીસ કર્મી મોઢે રૂમાલ બાંધેલા જોવા મળ્યા. સુનિલ ભાઈ એ માસ્ક ની જગ્યા એ મોઢે રૂમાલ બાંધ્યો હતો તો પણ તેમની પાસે જબરદસ્તી 1000 રૂપિયા લેવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે પાવતી ના લેવી હોય તો 500 અને પાવતી લેવી હોય તો 1000 રૂપિયા આપવા પડે ,અંબાજી ના આ ભાઈ એ 1000 રૂપિયા ની પાવતી પણ લીધેલ છે સાથે વિડિઓ પણ બનાવેલ છે જેમા  એક પોલીસ કર્મી મોઢે માસ્ક ની જગ્યા એ રૂમાલ પહેરી ઉભેલા જોવા મળે છે ,આમ ફરીથી દાંતા પોલીસ વિવાદ મા આવી છે. થોડા મહિના અગાઉ પણ પાવતી નો મુદ્દો ચગ્યો હતો  દાંતા પોલીસ દ્વારા આજથી થોડા મહિનાઓ અગાઉ એક સહી સિક્કા વગર ની પાવતી સોશિયલ મીડિયા મા ફરતી જોવા મળી હતી જેમા દાંતા પોલીસ તરફથી એવો ખુલાસો કરાયો હતો કે સિક્કા મારતી વખતે ડબલ પાવતી આવી ગઈ હતી પણ આ વખતે પોલીસ ખાનગી કપડા મા પાવતી ફાડી રહી હોવાની ઘટના સામે આવી છે હવે પોલીસવડા આ બાબતે શું પગલાં ભરે છે એ જોવું રહ્યું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *