Breaking NewsLatest

દિલ્હી વાયુ પ્રદૂષણ બાદ ગુજરાતના સુરત વાયુ હવે દૂષિત થઈ રહ્યું છે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. ડાઇંગ મિલો દ્વારા હવામા છોડવામાં આવતો કેમિકલ યુક્ત, જેરી ગેસ અને બાળવામાં આવતી ચિંદી જેના કારણે બોઇલર માંથી ઊડતો કાળો ધુમાડો હવાને પ્રદૂષિત કરી રહ્યો છે ડાઇંગ મિલો દ્રોરા બાળવામાં આવતી ચિંદીથી બોયલરની ચિમનીથી ઉઠટો કાળો ધુમાડો જે લોકોના શ્વાસ દ્વારા શરીરમાં જતું હોય છે જેના કારણે અનેક બિમારીઓને વેગ મળે છે.જેમ કે કેન્સર, ફેફસાની બીમારી શ્વાસ લેવામાં તકલીફ, આસ્થામાં, ધમ અને ચામડીના રોગ જેવી અનેકો બીમારી થતી હોય છે…..

રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત

               સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનો હફ ગણવામાં આવે છે ત્યારે સુરત ટેક્સટાઇલ પ્રોસેસિંગ ડાઈંગ મિલો દ્વારા સુરતની હવાને પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે સુરતના પાંડેસરા જીઆઇડીસી ની ડાઈંગ મિલો દ્વારા હવામાં કાળો ધુમાડો અને ઝેરીગેસ છોડવામાં આવે છે.જે ડાઈંગ મિલો દ્વારા બોઈલરમાં ચિંદીઓ બાડવામાં આવી રહ્યું છે.તે બોઇલરમાં ચિંદીઓ બાડી ચીમની મારફતે હવામા છોડવામાં આવતો કાળો ધુમાડો હવામાં  ફેલાઈ હવાને પ્રદૂષિત કરતો હોય છે. એ હવા ઓક્સિજનને શ્વાસ મારફતે લોકોના સ્વાસ્થ્યમાં જતું હોય છે. જેના કારણે કેન્સર, ફેફડાનો રોગ, આસ્થામાં અને ધમાની બીમારી જેવી અનેક ગંભીર બીમારીઓ થતી હોય છે. ગુજરાત વાયુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્યારે સુરતની જીઆઇડીસી પર કાર્યવાહી કરે અને પાંડેસરા જીઆઇડીસીની ડાઇંગ મિલો દ્વારા ચીંદીઓ બાળવાનું બંધ ક્યારે કરાવશે.ગુજરત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જો કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે અને લોકોના સ્વાસ્થ્ય સાથે આવી રીતે ચાડા કરવામાં આવશે. તો આવનારા સમયમાં સુરત શહેરમાં શ્વાસ લેવામાં મુશ્કેલી પડશે…

                સ્થાનિક લોકો દ્વારા અગાઉ પણ લેખિતમાં અનેકો ફરિયાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરવામાં આવી હોવા છતાં પણ આજ રોજ સુધી કોઈ   પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.જેથી પાંડેસરા જીઆઇડીસી ની ડાઈંગ મિલોના અમુક સંચાલકો બોઈલરમાં આજે પણ ચિંદીઓ બાડી રહિયા છે.ચિંદીઓ બાળવાથી ચીમની મારફતે કાર્બન યુક્ત કાળો ધુમાડો હવામા ફેલાઈ આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પ્રસરતો હોય છે
જેથી સ્થાનિક લોકોના ઘરોમાં કાળો ધુમાડોમાંથી નીકળતી કાળી માટીનો કણ સ્વરૂપે પસરતો હોય છે. જેથી લોકોના ઘરો અને  પહેરેલા કપડા પણ કાળા થઈ જતા હોય છે. નાના બાળકો વડીલો અને યુવાઓના સ્વાસ્થ્યમાં પણ આ ધુમાડાની અસર થાય છે જેની રજૂઆત અનેકવાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડેને કરવામાં આવ્યું છે…

         

     પાંડેસરા જીઆઇડીસી નજીકમાં રહેતા સામાજિક કાર્યકર્તા સુરેશ સોનવણે એ જાણ્યું હતું કે જ્યારથી કોલસાનો ભાવ વધિયો છે ત્યારથી ઉદ્યોગપતિઓ દ્વારા બોઇલરોમાં ડાયરો અને ચિંદીઓ બાળવામાં આવી રહ્યા છે જેના કારણે મિલોની ચિમનીઓ માંથી પ્રદૂષણયુક્ત કાળો ધુમાડો નીકળતો હોય છે જેના કારણ જીઆઇડીસીના આજુબાજુના રહેણાંક વિસ્તારો પાંડેસરા, બમરોલી,બુડિયા ગામ, સચિન,  ગભેણી ગામ, ભેસ્તાન, જેવા વિસ્તારોના ઘરો કાળા ધુમાડાથી ઉઠતો કાળી માટી ના કણ લોકોના ઘરોમાં જતી હોય છે જે લોકો ઘરની બહાર રાતના સુતા હોય છે તે લોકોના મોઢા પણ કાળા થઈ જાય છે. અને ધુમાડા માંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ લોકોના શરીર અને શ્વાસમાં જતો હોય છે.જેની ગંભીર બીમારીઓના શિકાર બન્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ને પણ આની લેખિતમાં આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી..

            સુરતની હવા પ્રદૂષિત થઈ રહી છે સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેર આવે આવનારા સમયમાં પ્રદૂષિત હવાનો હબ પણ બનવા જઈ રહ્યું છે. *Dr ઓમકાર ચૌધરી* એર પ્રદૂષણથી સુરતના રહીશોને અનેકો બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે.જો કે અસ્તમાં ધમા ની બીમારી કેન્સરની બીમારી હાર્ટ ની બીમારી,ચામડીની બીમારી જેવી આનેક બીમારીઓ તથી હોય છે.જો શુદ્ધ ઓક્સિજનનું પ્રમાણ ૧૦૦ થી નીચે માનવામાં આવતું હોય છે પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વાયુ પ્રદૂષણ પ્રમાણ 150 ની અંદર સુરત શહેર માટે નક્કી કરવામાં આવ્યું છે.ગુજરાતમાં સુરત શહેર એર પ્રદૂષણના મામલે બીજા ક્રમે આવતો હોય છે.

  ભારતીય સવિધાનમાં પણ પર્યાવરણ ને દૂષિત કરનારાઓ પર જોગવાઈઓ કરવામાં આવી છે.જેમાં એડવોકેટ અરવિંદ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કાર્યરત છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ પર્યાવરણ અને એર પ્રદૂષણની ઝાડવની કરવાની હોય છે. ભારતીય સંવિધાન પણ આ ની જોગવાઈઓ કરવામાં આવી છે જે જીઆઈડીસીની યુનિટ જે સંબંધિત માત્રા કરતા વધુ માત્રા હોય તો જેમાં ૬ મહિનાથી લઈ ૫ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે જો કોઈ યુનિટ વધારે પોલ્યુશન કરે અને ત્યારે પણ નહિ અટકે તો ગુજરત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ યુનિટને ક્લોઝિંગ પણ કરવી છે. લોન્ચિંગ બાદ ફરી શરૂ કરવામાં આવે અને કોઈ યુનિટ ફરી પોલ્યુશન કરે તો દરરોજ 5000 રૂપિયાનું ફાઈન ભરવામાં આવી શકે છે…

               અત્યાર સુધી કેમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. જો આવા જીઆઇડીસીના મિલોના સંચાલકો પર કોઇ કાર્યવાહી કરવામાં આવી હોત તો પાંડેસરા સચીન જીઆઈડીસીના મિલોના સંચાલકો પોતાની મિલોના બોઈલરોમાં ટાયર અને ચિંદી બાડી ચીમની મારફતે હવામા કાળો ધુમાડો છોડવાથી અટકાઓ હોત  તો પર્યાવરણ અને હવાને પ્રદૂષિત થયું ન હોત. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ જિજ્ઞાસા હોઝા જણાવ્યું હતું કે કોઈ નવી પ્રણાલી કે  કાર્યરત પ્રણાલીને મંજૂરી આપવાની અને પ્રજાની પ્રદૂષણ અને પર્યાવરણને  લગતી કોઈ પણ ફરિયાદો નું નિરાકરણ નિવારણ લાવવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હંમેશા પ્રયત્નશીલ હોય છે. કાળો ધુમાડો મિલોના સંચાલકો દ્વારા મિલના બોઇલરમાં ચિંદી.બાડી મિલની ચીમની મારફતે હવાને પ્રદૂષિત કરવામાં આવતું હોય તો માનવ અને પર્યાવરણને અતિ ગંભીર નુકસાન થાય છે. સ્વોસંતંત્ર અને ચામડીના રોગો થાય છે. પર્યાવરણના કાયદા હેઠળ આવા પરિબળો સામે કડક માં કડક ધડક કાર્યવાહી થઈ શકે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદો માડે તો તેનો તાત્કાલીક અસરથી નિકાલ કરવામાં આવે છે.અને ટેલીફોનીક ફરિયાદને પણ એટલોજ મહત્ત્વ આપવામાં આવતો હોય છે.પણ આજ રોજ સુધી પર્યાવરણ અને લોકોના જીવ સાથે છેડા કરવામાં આવી રહ્યા છે. કોઈપણ પ્રકારની કામગીરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં નથી આવી રહી…

ડાયમંડ ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ ગણાતું સુરત આવે એર પોલ્યુશનનું હબ બનવા જઇ રહ્યું છે…

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં મિલોના સંચાલકો દ્વારા બોઇલરોમાં ટાયર અને ચિંદી બાડી ચીમની મારફતે હવામા છોડવામાં આવી રહ્યું છે….

પાંડેસરા જીઆઇડીસી ની આજુ બાજુ ના રહેણાંક વિસ્તારો જેમ કે પાંડેસરા, બમરોલી,વડોદ ગામ, જીઆવ ગામ,બુડિયા ગામ ,ભેસ્તાન,પ્રેમ નગર જેવા વિસ્તારોમાં કાર્બન ડાયોક્સાઇડ એર પ્રદૂષણ કરમાં આવી રહ્યું છે…

ડાઈંગ મીલોથી નીકળતો ધુમાડો લોકોના ઘરો અને કપડાઓ કાળા થઈ જતાં હોય છે…..

બાળકો,વૃદ્ધ,અને મહિલાઓ કાળા ધુમાડા માંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ ના કારણે અને અનેક બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે….

કેન્સરની બીમારી, હાર્ટની બીમારી, ચામડીના રોગો, દમ અસ્તમાં અને આંખોના રોગો પણ થઈ રહ્યા છે….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *