કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ધનસુરા કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.એસ.મહેતા હાઇસ્કુલ અને કે.જે.મહેતા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ માં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓનો વિદાય સમારંભ અને શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી મહેશભાઈ નાયી નો વિદાય સમારંભ રેવિશા સંસ્કૃતિક હોલ ખાતે કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી રાજેન્દ્ર ભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મોડાસા બી.ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ ડો.બીપીન ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઓ ઉપરાંત નિવૃત થતા શિક્ષક શ્રી ના સ્વજનો અને કેળવણી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ દેસાઈ એ સૌનુંશાબ્દિક સ્વાગત અભિવાદન કરી ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ તથા નિવૃત્ત શિક્ષક ને શુભેચ્છા પાઠવી હતી.ધોરણ ૧૦ ના વિદ્યાર્થી પાર્થ પ્રજાપતિ અને ધોરણ-૧૨ની વિદ્યાર્થીની જીલ જયેશ પટેલેપોતાનો શાળાનુંભવ રજૂ કર્યો હતો ત્યારબાદ શાળાના તમામ શિક્ષકો વતી જે.એસ.પટેલ અને વિજયભાઈ પટેલે વિદાયમાનને શુભેચ્છા પાઠવી હતી શાળાના શિક્ષક શ્રી કનુભાઈ ડામોરે સન્માન પત્રનું વાંચન કર્યું હતું શાળાના નિવૃત્ત થતા શિક્ષક શ્રી મહેશભાઈ નાયી નું
ફુલહાર સાલ શ્રીફળ સ્મૃતિ ભેટ તથા સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમના અનેક સ્વજનોએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી નિવૃત્તિમાં શિક્ષકનું સન્માન કર્યું હતું. જેમાં સહમંત્રી હસમુખભાઈ પટેલ તથા મંત્રી ધીરુભાઈ પટેલ મુખ્ય મહેમાન શ્રી બી.ડી.પટેલ એ મહેશભાઈ ને શુભેચ્છા પાઠવી હતી મહેશભાઈ એ પોતાની લાગણી સભર શૈલીમાં પોતાના સન્માનનો પ્રત્યુત્તર આપ્યો હતો.શાળા સુપરવાઇઝર એચ.કે.પટેલ એ સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સુપરવાઇઝર શ્રી અશોકભાઇ પટેલે કર્યું હતું.