Latest

ધનસુરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૩૭ મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો

જેમાં મુખ્ય વક્તા તરીકે પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધી ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી ધનસુરા પીપલ્સ કો.ઓ.બેન્ક.લિ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે ૩૭ મો વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ, રંગોત્સવ અને વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ અને ઉદઘાટક તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ ના મંત્રી જયશ્રીબેન દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ માં પ્રાર્થના સાથે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આમંત્રિત મહેમાનો નું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું સાથે કોલેજ મેગેઝીન સમન્વયનું વિમોચન નિવૃત્ત કર્મચારી વિદાય તથા સન્માન અને તેજસ્વી તારલાઓનું સન્માન અને પારિતોષિક વિતરણ કરવામાં આવ્યું હતું સાથે રંગોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં અધ્યક્ષ જે.સી.શાહ, મુખ્ય વક્તા પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ,સાથે ગુજરાત ભાજપ ના પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઇ અને મુખ્ય મહેમાન તરીકે કોલેજ ના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહજી પરમાર અને કોલેજ સંચાલક મંડળ ના ટ્રસ્ટી રાજેન્દ્ર ભાઈ મહેતા, ઉપપ્રમુખ કાન્તિભાઈ પટેલ, ઉપપ્રમુખ ગોપાલભાઈ ઠેકડી, ઉપપ્રમુખ સુરેશભાઈ ગજ્જર, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ શાહ ઉપપ્રમુખ રજનીકાંત શાહ,મંત્રી અને શામળાજી મંદિર ના સેક્રેટરી અનિલભાઇ.એસ.પટેલ મંત્રી અતુલભાઇ બ્રહ્મભટ્ટ, અનિલકુમાર શાહ, વિઠ્ઠલભાઈ પટેલ, ગીરીશભાઈ શાહ, ખજાનચી કિરીટભાઈ શાહ, આંતરિક ઓડિટર અરવિંદભાઈ શાહ કોલેજ ના પ્રિન્સિપાલ ડો.પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કોર કમિટી ના સી.આર.પટેલ,પી.એસ.સોની,બી.ડી. ગાંવિત,જી.જે.પટેલ,એસ.જે.મહેતા, ડી.જી.નિમાવત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પરિવાર અને સંચાલક મંડળ ધનસુરા ના હોદ્દેદારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રિન્સિપાલ ડો.પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ એ સૌનો આભાર માન્યો હતો.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *