Sports

ખેલ મહાકુંભમાં ધનસુરા ના ઓધવ વિદ્યા મંદિર ના વિદ્યાર્થીઓ નું ઉત્કૃષ્ટ પ્રદર્શન

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ખેલમહાકુંભ માં તાલુકા કક્ષાની અં-૧૧, અં -૧૪, અં-૧૭, અને ઓપન એજ ભાઈઓ બહેનોની એથ્લેટીક્સ સ્પર્ધા શ્રેયસ વિદ્યાલય વડાગામ ખાતે યોજાઇ હતી જેમાં ઓધવ વિદ્યામંદિર ધનસુરાના અં -૧૧ના બાળકો (૧) પટેલ ધ્રુવી જીતેશભાઈ સ્ટેન્ડિંગ બ્રોડજમ્પમાં – પ્રથમ ક્રમાંક (૨) પટેલ આયુષી રાજેશભાઇ સ્ટેન્ડીંગ બ્રોડજમ્પમાં – દ્વિતીય ક્રમાંક (૩) પટેલ પ્રિન્સી જીગ્નેશભાઈ ૫૦ મી દોડમાં – દ્વિતીય ક્રમાંકે આવી શાળાનું નામ રોશન કરવા બદલ શાળાના ચેરમેન શ્રી પ્રહલાદભાઈ પી. સુરાણી , શાળાના મંત્રીશ્રી નરેન્દ્રભાઇ એ. પટેલ તેમજ મંડળના ટ્રસ્ટીશ્રીઓ તેમજ શાળાનાં સંચાલક મંડળે વિજેતા બાળકોને તેમજ બાળકોને તૈયાર કરનાર વ્યાયામ શિક્ષકશ્રી રાકેશભાઈ પ્રજાપતિ અને માર્ગદર્શક એવા શાળાનાં આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ પટેલને અભિનંદન આપ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇંગ્લેન્ડ ક્રિકેટર ઓવેશ શાહ અને ગુજરાત ના વેલીયન્ટ સ્ટાર વિપુલ નારીગરા મુંબઈ માં એક સાથે જોવા મળ્યા

ગુજરાતના વેલીયન્ટ સ્ટાર તરીકે જાણીતા વિપુલ નારીગરા અને ઇંગ્લેન્ડ ટેસ્ટ,વન ડે અને…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *