કપિલ પટેલ દ્વારા અરવલ્લી
જવાહર નવોદય વિદ્યાલય ખાતે LEST-2022 ને લઈ મિટિંગ યોજાઇ હતી. ધનસુરા નવોદય વિદ્યાલય ખાતે C.L.O,C.S તથા Invigilator ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માં ટોટલ ત્રણ કેન્દ્રો છે. જવાહર નવોદય વિદ્યાલય, ઓધવ વિદ્યામંદિર અને આદર્શ વિદ્યાવિહાર ઊજળેશ્વર જવાહર નવોદય વિદ્યાલય ખાતે તેના C.S અને C.L.O મીટીંગ માં સામેલ થયા હતા.આ મીટીંગ નું સંચાલન LEST I/C શ્રી જગદીશ પરમાર તથા જગદીશ મકવાણા એ કર્યું હતું. જેમાં તા.9-04-2022 ના રોજ યોજાનાર પરીક્ષાની માહિતી આપવામાં આવી હતી. જવાહર નવોદય વિદ્યાલય ના પ્રિન્સીપાલ શ્રી પ્રવિંદ ક્રિષ્નન એ આ અંગે માહિતી આપી હતી. આ પરીક્ષા ના સંચાલન માટે અરવલ્લી કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નો પણ સહકાર મળેલ છે